Tuesday, Aug 14th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

એચ.આય.વી સંક્રમણના ચરણો

Print PDF
એચ.આય.વી. સંક્રમણ મોટે ભાગે નીચે દર્શાવેલ ચાર ચરણોમાં ભાગી શકાય છે
પ્રાથમિક સંક્રમણ, ક્લિનિકલી એમ્ફોમેટીક સ્ટેજ, સિમ્પોમેટીક એચ.આય.વી ઇન્ફેકશન, પ્રોગેશન- એચ.આય.વીથી એડ્સ સુધી.

ભાગ ૧- પ્રાથમિક સંક્રમણ
સંક્રમણનો આ ટપ્પો ખુબ જ થોડા સમય માટે રહે છે જેમાં હંમેશા નાની બિમારી જેમકે ફ્લુના લક્ષણો દેખાય છે. ફક્ત ૨૦% ટકા લોકોમાં આ લક્ષણો દેખાય છે. ખૂબ ઓછા દર્દીઓમાં એચ.આય.વીનું નિદાન થાય છે.

આ ચરણ એચ.આય.વીનું એક મોટા પ્રમાણમાં પરિધનું રકત અને તેની રોગ પ્રતિકારક પ્રણાલી છે કે એચ.આય.વી એન્ટીબૉડી અને સાઇટોટૉક્સીક લીમ્ફોસાઈટો ઉત્પાદન દ્વારા વિષાણુંનો જવાબ સરૂ થાય છે. આ પ્રક્રિયા સેરોકૉનવરઝનના રૂપમાં જાણિતું છે. જો એક એચ.આય.વી એન્ટીબૉડી પરિક્ષણ સેરોકૉનવરઝનના પહેલા કરાય છે તો એ પુરી તરીકે સકારાત્મક કરી શકાતૂમ નથી.

ભાગ ૨- ક્લિનિકલ એસેમ્ફોમેટિક ટપ્પો
આ કાળ ૧૦ વર્ષની આજુબાજુનો હોય છે આમાં મુખ્ય એવા કોઇ પણ લક્ષણો દેખાતા નથી પણ ક્યારેક ગ્રંથી પર સોજો આવે છે. રક્તમાં એચ.આય.વીનું પ્રમાણ ખુબ ઓછા પ્રમાણમાં હોય છે પરંતુ એન્ટીબૉડીના ટેસ્ટ દરમ્યાન એચ.આય.વીનું નિદાન થઈ શકે છે. સંશોધન મુજબ એવું સિધ્ધ થયુ છે કે આ સમય દરમ્યાન એચ.આય.વીના વિષાણુ નિષ્ક્રિય રહેતા નથી, પરંતુ એ લિંફનોડમાં વધુ પ્રમાણમાં સક્રિય હોય છે. એવા કોઇ ટેસ્ટ ઉપલબ્ધ છે જેના દ્વારા એચ.આય.વીના વિષાણુ લિંફનોડ કેટલા છે તેનું પ્રમાણ સમજી શકાય છે. આ ટેસ્ટનું વાયરલ લોડ નામ છે. આ ટેસ્ટનું એચ.આય.વીના ઉપચારમાં મહત્ત્વ છે.

ભાગ ૩- સિમ્ફોમેટીક એચ.આય.વીનો ચેપ
કાળાંતરે માણસની પ્રતિકાર શક્તિનો નાશ થાય છે આનિ પાછળ મુખ્ય ૩ કારણો છે.
 • લિંફ્નોડ અને ટિશ્યુનો નાશ થાય છે.
 • એચ.આય.વીના વિષાણુનો વધારો થાય છે અને ટી-સેલ્સને ઇજા પહોંચાડે છે.
 • શરીર પાછું ટી-સેલ્સ નિર્માણ કરવા માટે અસમર્થ ઠરે છે.
આવી રીતે પ્રતિકાર શક્તિ નબળી પડતા અનેક સમસ્યાઓ નિર્માણ થાય છે.

ભાગ ૪- એચ.આય.વીનું એડ્સમાં રૂપાંતર
પ્રતિકાર શક્તિ ઓછી થવાથી બિમારીનું પ્રમાણ વધતુ જાય છે અને છેવટે એડ્સનું નિદાન થાય છે. નિરોગી માણસોમાં સીડી ૪ નો આંક એ ૬૦૦ થી ૧૨૦૦ જેટલો હોય છે અને જ્યારે આ પ્રમાણ ૨૦૦ જાય છે ત્યારે પ્રતિકાર શક્તિ ખુબ ઓછી થાય છે અને એચ.આય.વીનું રૂપાંતર એડ્સમાં થાય છે.

ડબ્લ્યુ એચ ઓ (WHO) ક્લિનિકલ સ્ટેજિંગ- એચ.આય.વી બાધિત પ્રૌઢ અને કિશોર વયના લોકો માટે
ગરીબ વર્ગમાં વૈદ્યકીય સેવા ઉપલબ્ધ હોતી નથી, અને તેઓને ઉપચાર ક્યારે શરૂ કરવો તેની જાણ હોતી નથી માટે જાગતિક આરોગ્ય સંઘટનાએ ક્લિનિકલ સ્ટેજીગ શરૂ કર્યુ.

ક્લિનિકલ સ્ટેજ ૧
 • એસિમ્ફોમેટીક
 • પરસિસ્ટન્ટ જનરલાઈઝ્ડ લિમ્ફોડેનોપથી
ક્લિનિકલ સ્ટેજ ૨
 • અચાનક વજન ઘટવું
 • શ્વાસ નળીમાં ચેપ લાગવો
 • નાગિણ
 • વારંવાર મોઢું આવવું
ક્લિનિકલ સ્ટેજ ૩
 • કારણ વગર અચાનક વજન ઘટવું
 • કારણ વગર દીર્ઘ કાળ માટે જુલાબ (ડાયેરિયા) થવો.
 • કારણ વગર - દીર્ઘ કાળ માટે તાવ આવવો.
 • ફેફસાનો ક્ષયરોગ
 • બેક્ટેરીયલ ઇન્ફેકશન
 • એનેમિયા
ક્લિનિકલ સ્ટેજ ૪
 • ન્યુમોનિયા
 • વારંવાર બેકટેરિયા ન્યુમોનિયા થવું
 • નાગિણ
 • કેન્ડએસિસ ઇન્ફેકશન
 • એક્સ્ટ્રાપલમ્યુનરી ટીબી
 • કપોસી સિક્રોમાં
 • અનેક પ્રકારના ફંગલ ઇન્ફેકશન
 • સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ટોકસોપ્લાસમોસીસ
 • એચ.આય.વી એન્સેફોલોપથી
 • એક્સ્ટ્રાપલ્યુમોનરી ક્રાયપ્ટોકોકોસિસ - મેનેનજાયટીસની સાથે
 • ડિસેમિનેટેડ નોન ટુબરક્યુલોસિસ માઇકો બેક્ટેરિયા ઇન્ફેક્શન
 • પ્રોગ્રેસિવ મલ્ટીફોકલ લુકોએસેમ્ફેલોપથી
 • ક્રોનિક ક્રાયપ્ટોસ્પોરીડીઓસીસ
 • ડીસેમીનેટેડ માઇકોસિસ (એક્સ્ટ્રાપલમ્યુનરી, હીસ્ટોપ્લાસ્મોસિસ, કોશીડીયોમાઈકોસીસ)
 • રીકંરટ સેપ્ટીકાઇમીયા (ઇન્ક્લ્યુડીગ નોન ટાઇફોડલ સાયમોનેલા)
 • લીમ્ફોમા (સેરેબ્રલ અથવા બીસેલ નોન હોડજીકીન)
 • ઇનવેસીવ સેરવીકેલ કારસીનોમાં
 • એટીપીકલ ડીસેમીનેટેડ લીશ્મનીયાસીસ
 • સિમ્ટોમેટીક એચ.આય.વી. - ઓસિલીટેડ નીમ્ફ્રોપથી અથવા એચ.આય.વી એસોસિએટેડ કારડીયોમાઓપથી

નીચે આપેલી નોધ
 • જેમાં ખુલાસો ન આપ્યો હોય તેવી સ્થિતીમાં એ પરિસ્થિતી સરખી છે.
 • સ્ત્રીઓનાં શરીરનું વજન જાણવા માટે પહેલા ગર્ભાવતી સ્ત્રીનું વજન કેટલું છે તે પારખવું.
 • કેટલીક વધારાની સ્થિતી જેમાં પ્રાદેશિક વર્ગીકરણ હોય છે, જેવાકે રીએક્ટિવેશન ઑફ અમેરિકન ટ્રાયફાયાનોસોમિયાસિસ મેનીનગોએસેન્સફેલીટિસ અથવા/અને માયોકારડીટીસ ડબ્લ્યુ એચ ઓ (WHO) ના પ્રદેશમાં અમેરિકાસ અને પેનીસિલીયોસિસ એશિયામાં.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ