Monday, Aug 20th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

એચ.આય.વી/એડ્સ પછીનુ જીવન

Print PDF
અંજુલીકા થીંગનમ સામોમ તરફથી
પૉઝીટીવ લોકોનુ મણિપુર વિસ્તારના નેટવર્કના મુખ્ય ચિટનીસ સોરોખૈબામ થોઇબી દેવી પોતે વ્યક્તિગત રીતે ૨૩૦ એચ.આય.વી પૉઝીટીવ સ્ત્રીઓને થોબાલ ગામમાં મળ્યા અને તેમને પોતાનુ પૉઝીટીવ સ્થિતી જાહેર કરવા માટે વિનંતી કરી અને તેના નેટવર્કને જોડાઇ અને જીંદગીને ફરીથી જીવવા માટે તૈયાર કરી
Sorokhaibam Ongbi Oinam Ningol Thoibi Devi or Thoini Sorokhaibam Ongbi Oinam Ningol Thoibi Devi or Thoini
સોરોખૈબામ થોઇબી દેવી અથવા થોઇબી જે નામેથી લોકો તેને બોલાવે છે, તેણીએ રાણી, ૩૬ વર્ષની એક એડ્સથી પીડાતી વિધવા છે તેની વેદના સમજી જે થોડા સમય પહેલા તેના ત્રણ બાળકો સાથે તે રોડ ઉપર ભજીયા વેચીને તેની કમાણીમાંથી જીંદગી જીવવા માટે જહેમત કરી રહી હતી.

થોઇબી જે ૩૬ વર્ષની એડ્સથી પીડાતી વીધવા છે. તેણીને બે નાના બાળકો છે અને તેના કુંટુંબ તેનુ પોતાનુ કહેવાવાળુ કોઇ નથી. તે એક શર્મથી અને ભેદભાવથી તેના રોગ સાથે જીવી રહી હતી. પણ ૨૦૦૫થી તે પોતાની જેમ બીજી સ્ત્રીઓની જીંદગી સુધારવા કોશિશ કરે છે,તે મણિપુરના થોબાલ જીલ્લામાં પૉઝીટીવ લોકોના (MNP +) net work માં મુખ્ય ચિટનીસ તરીકે સેવા આપી રહી છે.

એડ્સની વિધવા તરીકે તેની જીંદગી માનસિક આઘાતજનક છે, ઓછામાં ઓછુ કહીએ તો આ તેની વાત છે.

મે જ્યારે મારો પતી ઇબોસાનાને માદક દ્રવ્યની લત લાગી છે એ જાણયુ ત્યારે મે તેની સાથે ઘણી દલીલો કરી. ત્યાર પછી અમારા ઝગડા હિંસક બની ગયા. થોઇબી યાદ કરે છે કે જ્યારે તે એક જુવાન નવવધુ હતી ત્યારે પોતાના પતીને અને કુંટુંબને મદદ કરવા માટે એક વણકર તરીકે અને ખેતરમાં મજુર તરીકે કામ કરતી હતી. થોઇબી અને ઇબોસાના જ્યારે તેઓ ફક્ત ૧૯ વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થયા હતા.

વારંવાર આવેશથી દલીલોને લીધે, તેમના લગ્ન એક ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યુ હતુ અને તેથી થોઇબીએ પોતાના માતાના ઘરે જવાનુ નક્કી કર્યુ. પણ તે તરતજ પાછી આવી ગઈ કારણકે તેનો પતી બિમાર પડ્યો અને તેને સંભાળ રાખનારની જરૂર પડી. અમે ઇમ્ફાલમાં એક ઓરડામાં રહેતા અને સાયકલ રિક્ષા ભાડે લઈને ચલાવીને જીવન પસાર કરતા હતા. થોડા સમય માટે અમે સુખી હતા, પણ હુ જ્યારે બીજી વાર સગર્ભા થઈ ત્યારે ફરીથી તેમના વ્યસન તરફ વર્યા.

યુગલે વાંગજીંગ, થોબાલ જીલ્લામાં પાછા ફરવાનુ નક્કી કર્યુ, ફક્ત એ જાણવા માટે કે થોઇબીના દેરે તેમનુ ઘર અને જમીન પચાવી પાડી હતી. સ્થાનિક સમાજના વડીલોએ તેમાં દરમ્યાનગીરી કરીને યુગલને ખાત્રી આપી કે તેઓ આ જમીન ઉપર નવુ ઘર બનાવી શકશે.

કમનશીબે નવી રીતે શરૂઆત કરી છતા પણ થોઇબીની મુશ્કેલીઓ તેને સતાવતી હતી. ઇબોસાના તેના નવા ઘરની બાંબુની દીવાલોને ઘાસ અને માટીથી સજાવતો હતો ત્યારે તે ગંભીર રીતે બિમાર પડ્યો.

તેના ઐચ્છિક પરામર્શ અને કસોટી કેન્દ્રે જે RIMS ઇસ્પીતાલ, ઇમ્ફાલમાં છે, તેણે ઇબોસાનાની એચ.આય.વી પૉઝીટીવ સ્થિતીની ખાત્રી આપી. ઇબોસાનાએ આ વાત થોઇબીથી છાની રાખી અને તેની પત્ની સાથે અસુરક્ષિત લૈંગિક સંબધ ચાલુ રાખ્યા, જ્યારે તેની પત્ની ના પાડતી ત્યારે તે તેને મારતો. એક રાત્રે મેં તેને ના પાડી અને તેથી તેણે મને સખત રીતે મારી કે મારી ઘુટણીની ટોપી તોડી નાખી. તેણી કહે છે કે મેં જીંદગીથી કંટાળીને ગળાફાસો લેવા કોશિશ કરી પણ પગના દુખાવાને લીધે હું સીધી રીતે ઉભી પણ નહી રહી શકી.

જીવનના આ કૌટુંબિક કટોકટીના સમયમાં મારા સાળાએ અમારો બહિષ્કાર કરવાનુ નક્કી કર્યુ. કોઇના આધાર વીના, થોઇબી બિમાર ઇબોસાનાની કાળજી રાખવા અને જીવનને ચલાવવા માટે એકલી પડી ગઈ હતી.

તેના પતીના મૃત્યુ પછી તેના કુંટુંબનો અને સમાજનો ભેદભાવ બહુ સમય ચાલ્યો.

ઇબોસાના જ્યારે મર્યો ત્યારે તે ફક્ત ૨૬ વર્ષનો હતો. મારા પતીના મૃત્યુ (એપ્રિલ ૧૯૮૮માં)પછી હું એટલી બધી માનસિક આઘાત અને શરમથી પીડાતી હતી કે હું ઘરની બહાર નીકળવા માટે તૈયાર ન હતી અને થોઇબી કહે છે કે ઘરની ચાર દીવાલોમાં હું મારી તાકત અને મારૂ મન ગુમાવી રહી હતી.

એક દિવસ હું રસોડામાં મારી બે દીકરીઓ જે ભણી રહી હતી તેમની સાથે રાંધતી હતી. અચાનક ઇબોસાનાનો એક પિતરાઇ કુદકો મારીને આવીને મારા વાળ પક્ડીને મને ગાળ દઈને ખેચી કારણકે કુંટુંબના ઝગડામાં મારૂ કોઇએ નામ લીધુ હતુ. હું નિર્દોષ હતી તો પણ દબાણ જે મેં સહન કર્યુ હતુ તેને લીધે મારામાં દલીલ કરવાની શક્તિ ન હતી.

થોઇબીએ ફરીથી એક વાર આત્મહત્યા કરવાની કોશિશ કરી પણ તેણીની દીકરીની ચીસોએ બધાયને સાવધ કરી દીધા અને તેને બચાવી લીધી. તેણી ઉપર તેણીએ આત્મહત્યા કરી તેના કુંટુંબનુ નામ બદનામ કરવાનો આરોપ મુકાયો. પણ એ કરવાથી તેને જીવવા માટે કોઇ મદદ ન કરી રહ્યુ હતુ. મારા પતીના મૃત્યુ પછી કુંટુંબનુ ભરણપોષણ કરવા માટે મેં ત્રણ વર્ષ મજુરી કરી. મારા ઘરની એક બાજુ ઇબોસાનાનો નાનો ભાઇ અને બીજુનુ ઘર મારા પિતરાઇનુ હતુ. બંને કુંટુંબો વચ્ચે સારા સંબધ ન હતા. તેણીએ કહ્યુ કે તેઓ મારી સાથે બોલતા પણ ન હતા.

૨૦૦૧માં ત્રણ વર્ષ તેના પતીના મૃત્યુ પછી થોઇબીએ ફરીથી એક વાર કસોટી કરાવી અને તે એચ.આય.વી પૉઝીટીવ છે એમ જાહેર કર્યુ. કસોટી કેન્દ્રના પરામર્શક્ની સલાહ પ્રમાણે તેણીએ MNP + મુખ્ય કચેરીની સાથે અરસપરસ વાતો કરી, જે ઇમ્ફાલના યેસકુલ વિસ્તારમાં છે, પોતાના જેવી બીજી સ્ત્રીઓને મળીને થોઇબીને મદદ કરીને પોતાની સ્થિતી ઉપર કાબુ લાવ્યો.

તેણીના પિતરાઇ કુંટુંબીઓએ તેની વિષે ખરાબ બોલીને તેની ઉપર ભેદભાવ અને આરોપ મુકવાનુ ચાલુ રાખ્યુ. હું જ્યારે ભારતીય નેટવર્ક જેઓ એચ.આય.વી/એડ્સના (INP+) રોગની સાથે જીવી રહ્યા છે, તેમના કાર્યક્રમમાં ગઈ ત્યારે મારા પતીના સગાઓએ મને દિકરો શોધવાની ઇચ્છા ધરાવતો આરોપ કર્યો જેનો અર્થ એ થયો કે હું એક વૈશ્યાનો ધંધો કરી રહી હતી. મને લાગ્યુ કે મારે મારો હોદ્દો જાહેર કરવો જોઇએ જે વસ્તુને સુધારશે. પણ વાત વધારે બગડી ગઈ. તેઓએ મને કુંટુંબના પાણી ભરવાના કુંડ ઉપર જવાની મનાઇ કરી, તેના ફરીયામાં જવાની મનાઇ કરી અને તે લોકો મારા તરફ ખાલી દવાની શીશીઓ ફેક્વા લાગ્યા. તેઓએ કહ્યુ કે હું મારો રોગ તેમના બાળકોમાં ફેલાવવા કોશિશ કરૂ છુ.

રોકાયા શિવાય, એચ.આય.વી પૉઝીટીવથી પીડાતી સ્ત્રીઓને તેમનુ સ્થાન બતાવવા થોઇબીએ જાગરૂકતાના કાર્યક્રમો થૌબાલમાં ચાલુ કર્યા.

થૌબાલ જેનો જમીનનો વિસ્તાર ૫૧૪ સ્કેર કિલોમીટર છે અને તેની વસ્તી ૪૧,૧૪૯ (૨૦૦૧ના જનગણના પ્રમાણે) ઈમ્ફાલ પછી બીજે સ્થાને આવે છે. (ઇમ્ફાલ પુર્વ અને પશ્ચિમ જીલ્લાઓ) એક એચ.આય.વી પૉઝીટીવ Sero surveillance tally ૨૩૦૯ કિસ્સાઓ સાથે ફેબ્રુઆરી ૨૨૦૮ના epidemiological પૃથક્કરણનો હેવાલ જે મણિપુર રાજ્ય એડ્સનુ નિયંત્રણ જુથ (MSACS). મણિપુરમાં સંપુર્ણ એચ.આય.વી પૉઝીટીવના લોકોની વસ્તી ૨૮,૦૧૭ છે.

થોઇબાનાના વધારે પડતા હલનચલનને લીધે તેનુ પરિણામ MNP+ થૌબાલ હવે ૨૩૦ સ્ત્રીઓ કુલ ૪૦૦ સ્ત્રીઓમાંથી છે. થોઇબીએ વ્યક્તિગત રીતે દરેક વિધવાને મળીને તેઓ એચ.આય.વીની સ્થિતી ધરાવે છે છતા તેઓ નેટવર્ક જોડીને ફરીથી નવુ જીવન જીવી શકે છે. થોઇબીનુ દૃષ્ટાંતરૂપ આપીને તેના જોરદાર પ્રયાસોનુ ઉદાહરણ રાણી છે, જે આજે MNP+, થૌબલની એક સંચાલક સમિતીની સભ્ય છે, જે કામગારોને The Access to Care & Treatment(ACT)યોજના, જે NGO Action Aid ની સંસ્થા છે તેને પહોચવા મદદ કરે છે. થોઇબીના દબાણને લીધે આજે રાણીએ તેની સ્થિતી જણાવી અને તે નેટવર્કને જોડાઇ. જ્યારે તે ભજીયા વેચતી હતી ત્યારે રાણીની રોજની કમાઇ રૂ.૧૦૦ થી ૨૦૦/ હતી, આજે તે મહીનામાં રૂ.૮૦૦૦/- થી ૧૦,૦૦૦/- કમાય છે. આજે મારી સૌથી મોટી દીકરીએ તેનુ શિક્ષણ પુરૂ કર્યુ છે. તેણીએ મારી એક મોટી ઇચ્છા પુરી કરી છે એમ રાણી ગર્વથી કહે છે.

થોઇબી કહે છે કે મારી જેવી પીડિત સ્ત્રીઓને મેં મદદ કરી તે જ મારા માટે સૌથી સુખી વાત છે. તેણી એક joint secretary and state women coordinator, Network જે લોકો એચ.આય.વી/એડ્સની સાથે જીવે છે તેવા લોકો માટે (PLWHA) મણિપુરની સંસ્થામાં કામ કરે છે. આ નેટવર્કના ૯ જીલ્લાના મણિપુર અને સુગનુ વિસ્તારના પ્રતિનિધી છે.

થોઇબીએ ઘણી સ્ત્રીઓને સ્વાવલંબિત બનાવી છે. એક મુખ્ય ચિટનીસ MNP+ થૌબાલમાં તે એક આવક ઉત્પાદનનો કાર્યક્રમ યોજીત કરે છે.એચ.આય.વીની અસરથી ચેપ લાગેલ સ્ત્રીઓ માટે તે અન્ન ટકાવી રાખવાનુ, વણવાનુ, ભરત કામ કરવાનુ અને પરંપરાગતા જાળવીને વણવાનુ કામ કરે છે. ઘણી સ્ત્રીઓ નિર્ભરીત જુથોમાં કામ કરે છે, પણ તેમને ઘરેથી અવવાજવાનો ખર્ચ વધારે લાગે છે, એટલે હવે તેઓ ઘરમાં બેસીને કામ કરવા પ્રોત્સાહીત કરે છે.

થોઇબી પંચાયતની ચુટણીમાં પ્રતીસ્પર્ધી તરીકે ઉભી રહી પણ બહુ ઓછા મતોથી હારી ગઈ. તે કહે છે કે મને કોઇપણ વસ્તુ આનંદ નથી આપતી કે સિવાય હું બીજાને મદદ કરૂ છુ અને એચ.આય.વી/એડ્સ પછી પણ જીવન છે.

Women’s Feature Service, July 2008
Source: infochangeindia.org

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ