Tuesday, Aug 14th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એચ.આય.વી. એચ.આય.વી. સાથે જીવતા એડ્સની સાથે ઓરીસામાં રહેવુ

એડ્સની સાથે ઓરીસામાં રહેવુ

Print PDF
ઇલીસા પટનાયક તરફથી
ઓરીસામાં એચ.આય.વી/એડ્સથી પીડાતા લોકોને તેમનુ કુંટુંબ, સમાજ અને વૈદ્યકીય ભાઇચારો, સામાજીક બહિષ્કાર અને ખરાબ રીતે વર્તન કરે છે. આ પરિસ્થિતી એચ.આય.વી સાથે રહેતા લોકો માટે the Kalinga Positive People’s Association નામની ઓરીસામાં પહેલી નોંધ કરેલી સંસ્થાનુ સંગઠન શરૂ કરવા પ્રેરીત કરી છે.

મારી ઇચ્છા હતી કે મને જ્યારે એચ.આય.વી/એડ્સ પૉઝીટીવ હોવાનુ સાબિત થયુ ત્યારે તરત જ મરી કેમ ન ગઈ, આવી શરમજનક, દુ:ખ અને માનસિક આઘાતવાળી જીંદગી જીવતા પહેલા. બસંતી જેના રોઇને કહે છે કે આ મરવા કરતા પણ બહુ ખરાબ છે. તે યાદ કરે છે જ્યારે તેના કુંટુંબીજનો અને સમાજના સભ્યો તેની કઠણ પરીક્ષા લ્યે છે.

જ્યારે ૩૩ વર્ષની જેના જે ઓરીસામાં અસકા ગામની નજીક રહે છે અને તેણીને એચ.આય.વી પૉઝીટીવ હોવાની ખબર પડે છે ત્યારે તેણીને ઘરમાંથી કાઢી મુકવામાં આવે છે અને કુંટુંબની બકરીઓને રાખવાની જગ્યામાં પુરી દેવામાં આવે છે અને જરૂર પુરતો ખોરાક અને જરૂરીયાતની વસ્તુઓ અને સુવિધાઓ આપવાની ના પડાય છે. છેવટે તેણીને એક સ્થાનિક સ્વંયસેવી જે એચ.આય.વી/એડ્સ માટે કામ કરે છે તે તેને છોડાવે છે. ત્યાં સુધીમાં તેને સંનિપાત થાય છે અને બગાઇનો ઉપદ્રવ થાય છે અને તે જીવડાથી ભરાઇ જાય છે.

જ્યારે એક પ્લંબર જાડુ બહેરા સુરત ગયો તેના મુળ ગામ જે ઓરીસામાં ગંજમ જીલ્લામાં છે ત્યાંથી સારી નોકરીની શોધમાં, ત્યારે તેને એક સ્થાનિક લૈંગિક સંબંધ રાખવાવાળા પાસેથી એચ.આય.વી/એડ્સનો ચેપ લાગ્યો એટલે તે તેના સાથી કામદારના અને સમાજના બહિષ્કારની બીકને લીધે તેના ગામ પાછો આવ્યો. ત્યારે પછી એડ્સને લીધે થતી ગુંચવડ ભરેલી બિમારી (ARC) થતા તે બેહરામપુરની ઇસ્પીતાલમાં વૈદ્યકીય મદદ માટે ગયો. તે વારંવાર ત્યાં જતો પણ તેને પાછો મોકલવામાં આવતો. પોતાના કુંટુંબીજનોના દુરવ્યવહાર અને સમાજના બહિષ્કારને લીધે છેવટે તેને આત્મહત્યા કરવા ધકેલી દીધો.

સમાજનો બહિષ્કાર, હલકાપણુ અને કુંટુંબીજનોના ખરાબ વ્યવહાર, સમાજ તરફથી અને વૈદ્યકીય બંધુભાવનો અભાવ વગેરે ઓરીસમાં બહુ વધી રહ્યુ હતુ. પણ તે રાજ્યમાં એક પણ સંસ્થા નથી કે જે એડ્સથી પીડાતા (PLWHAs) લોકોને સારવાર આપે અને તેમને સહારો આપે. વૈદ્યકીય જરૂર પુરતી મદદનો અભાવ, સારવાર કરવાની સુવિધાઓનો અભાવ અને કુંટુંબ તરફથી સામાજીક - આર્થિક સહારાનો અભાવ અને સમાજે આ બધા દર્દીઓને નિરાશ બનાવીને આત્મહત્યા કરવા ધકેલી દીધા છે.

સરકારી અને ખાજગી ઇસ્પીતાલોએ PLWHAs ને સારવાર નહી કરવાના ઓરીસામાં આવા દાખલાઓ અસાધારણ નથી. તાજેતરમાં એક એડ્સથી સંપુર્ણપણે પીડીત દર્દીને ભુબનેશ્વર જીલ્લાના એક ગામડામાંથી ત્યાના સ્થાનિક સ્વંયસેવી સંસ્થાની શાખા ઉપર તેના સગાસંબધીઓ છોડીને ચાલ્યા ગયા. જ્યારે સ્વંયસેવી સંસ્થા આ એડ્સથી સંપુર્ણપણે અને તેને લગતા ગુંચવણ ભર્યા રોગથી પીડાતા દરદીને ત્યાની રાજધાનીની સૌથી મોટી સરકારી ઇસ્પીતાલમાં લઈ ગયા ત્યારે ત્યાના ડૉકટરથી લઈને વોર્ડબૉય સુધી બધાયે તેનો કઠણ પ્રતિકાર કર્યો. ઈસ્પીતાલના અધિકારીઓને નિરંતર વિનંતી કર્યા પછી અને સંસ્થા તરફથી ધમકી આપ્યા પછી તેને ઇસ્પીતાલમાં દાખલ કર્યો.

તેમ છતા the National AIDS Control Organisation (NACO)એ અમુક દિશાસુચક સુચનાઓ આપી છે. PLWHAs ની સંસ્થાગત સંભાળ અને આધાર આપવા માટે, છતા Orissa State AIDS Cell (OSAC) ના અધિકારીઓ દાવો કરે છે કે "આવા વિગતવાર વર્ણનો ફરજીઆત છે જ્યારે રાજ્યમાં એડ્સ એક મોટીરીતે પ્રચલિત રીતે ફેલાય, અધિકારીઓના પ્રમાણે ઓરીસામાં આ બહુ ઓછી પ્રચલિત છે તેથી તેનુ પ્રાધાન્ય વધારે રોકવા માટે હોવુ જોઇએ.

OSAC ના રૂઢીચુસ્ત અંદાજ પ્રમાણે ઓરીસામાં લગભગ ૨૦૦૦ એચ.આય.વી પૉઝીટીવના દાખલા છે, સામાન્યપણે ૧% દર લઈએ. તેમ છતા સ્વતંત્રપણે ચાલતી સંસ્થા જે એચ.આય.વી/એડ્સના ક્ષેત્રમાં કામ કરે છે, તેમના મુજબ રાજ્યમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમનો અંદાજ ૮,૦૦૦ થી વધારે દર્દીઓનો છે. નિષ્ણાતોના અંદાજ પ્રમાણે બુધ્ધિહીન અને ગાંડ્પણભર્યાએ રોકાવુ ન જોઇએ ઓરીસ્સાને બહુ મોટા પ્રમાણમાં પ્રચલિત થતા વિશ્વસનિય કાળજી PLWHAs ના આધારના કાર્યક્રમો માટે.

PLWHAs, the Kalinga Positive People’s Association ઓરીસામાં નોંધ કરેલ આ પહેલી સંસ્થા છે, જે અરૂણાએ ગંજમ તાલુકામાં તાજેતરમાં સ્થાપેલ છે, આ ક્ષેત્રમાં એક સ્વતંત્રપણે ચાલતી સંસ્થા છે. અરૂણાના લોકનાથ મિશ્રા કહે છે કે એચ.આય.વી/એડ્સથી પીડાતા લોકો જે કટોકટીની સ્થિતીમાં આવી ગયા હતા તેમને બચાવ્યા અને તેથી અમે આખરે એક સામાન્ય મંચ આવા પ્રશ્નો છોડાવવા માટે શરૂ કર્યો.

૧૦૦ સભ્યો કરતા વધારે આ સંસ્થા PLWHAs માટે રાજ્યમાં તેમના હક્કો અને શ્રેષ્ઠતા માટે લડે છે. આમાંથી લગભગ બધા ARC અથવા સંપુર્ણ એડ્સથી નિયતકાલિક સમય માટે પીડાય છે જેવા કે diarrhoea, હંમેશા વજન ઓછુ થવુ, ઉધરસ, ભુખ ન લાગવી, જાતજાતના ચેપો, tuberculosis અને ઓછો તાવ. દવા, પૌષ્ટીક ખોરાક, સારવાર, નિયમિત પરામર્શ અને કુંટુંબના સહારાની જરૂર છે."જ્યાં સુધી આપણે આ સવાલોને સંબોધિત નહી કરીયે અને જરૂરીયાતને ખાસ કરીને નહી પુછીયે ત્યાં સુધી PLWHAs ને સક્રિયરીતે સામિલ નહી કરી શકીયે" એમ મિશ્રા કહે છે.

વ્યાવસાયિક પુન:સ્થાપન, ચેપ લાગેલ અને અસર થયેલ દર્દીઓનુ કરવુ એ એક બહુ મહત્વનો આ સંસ્થાનો પડકાર છે. ઓછી/નકારાત્મક જાગરૂકતા, ખોટી માન્યતા અને ગેરસમજ અને સમાજના બહિષ્કારનો ડર આ વાતો ઓરીસામાં ઘણા લોકોને તેમની એચ.આય.વી પૉઝીટીવની સ્થિતી જાહેર કરતા રોકે છે."તેઓ આ સ્થિતી ત્યારે સ્વીકારે છે જ્યારે તેના લક્ષણો દેખાય છે. ચિંતા કરતા મિશ્રા કહે છે કે આ સંસ્થા ત્યારે મજબુત બનશે જ્યારે ઘણા પૉઝીટીવ લોકોનો એચ.આય.વીના મંચ ઉપર સમાવેશ થશે કારણકે તેમની શારિરીક તંદુરસ્તી અને ARC નાં મંચ ઉપર લાંબુ જીવન તેની સરખામણીમાં વધારે છે. ચાર સભ્યો આ સંસ્થાના એક મહીનામાં મરી ગયા.

તેમ છતા લોકો મોટી આશા લઈને આ સંસ્થામાં જોડાય છે, the Kalinga Positive People’s Association ને આ લોકોની જરૂરીયાતને પુરી પાડવા, તેમના મર્યાદિત સાધનોની સાથે અને સહારા સાથે અઘરી થાય છે. ૩૨ વર્ષની માલતી બેયુરીયા જેને તેના પતિએ ચેપ લગાડેલ અને તેના પતિના મૃત્યુ પછી એક પુન:વસવાટ અને નાણકીય મદદની આશા સાથે આ સંસ્થા જોડાઇ. તેણી અને તેણીની ૧૦ વર્ષની દીકરી જેને તેના માતાપિતા અને સાસુસરાએ ઘરમાંથી કાઢી મુકી હતી. "તે કહે છે કે આ સંસ્થા અમને ઘણા બધા માર્ગોમાં મદદ કરે છે. તો પણ મને મારી નિયમિત કમાણીનુ સ્થાન નથી મળતુ અને અમારા ભવિષ્ય વિષે હું ચિંચિત છુ."

એક શક્ય હોય તેવો ઉપાય, ઘણા માને છે તે છે જાગરૂકતા અને જાણકારી.
નામો સુરક્ષિત રાખવા માટે.
(ઇલેશા પટનાયક એક ભુબનેશ્વરની પત્રકાર છે.)

InfoChange News & Features, October 2003
Source: infochangeindia.org

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ