Friday, Jul 20th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

ઝરીના - અમારે જાણકારી કરતા વધારે જોઇએ છીએ

Print PDF
મંજીમા ભટ્ટાચાર્યા તરફથી
ઝરીના હજારોમાં એક છે જે એચ.આય.વી પૉઝીટીવ છે અને તે બંનેમાં ફસાણી છે એક તો સરકાર જે બધાયને કાળજી અને ઉપચાર નથી આપી શકતી અને બીજી ખાજગી સંસ્થાઓ જે બહુ જ મોંધી છે અને ઉટવૈદથી ખચાખચ ભરી છે અને સ્વંયસેવી જે તેમની પોતાની કાર્યસુચીથી ચાલે છે.

ઝરીના હજારોમાં એક છે જે આપણી આજુબાજુ એચ.આય.વી સાથે ચુપચુપ જીવી રહી છે. તે એમાંથી એક છે જે ઘરની બહાર શૉપીંગ મૉલમાં ફક્ત વસ્તુઓ જોવા માટે ચક્કર મારે છે, રેલ્વે સ્ટેશનથી જલ્દીથી ઘરે પહોચીને કુંટુંબ માટે રાંધવા અથવા એક અઠવાડીયા સુધી ચાલે તેટલી શાકભાજી ખરીદવા માટે ફેરીયા પાસેથી સસ્તામાં લેવા માટે રક્ઝક કરીને દોડાદોડી કરે છે. સાધારણ લોકો સાદુ જીવન અને એચ.આય.વીના પૉઝીટીવ સ્થાનને કર્કશ લઈને પ્રગતી કરે છે.

Treatment & Care Treatment & Care
૨૫ વર્ષની ઝરીનાની આ વાર્તા એક સાધારણ વાત કરતા થોડી વધારે છે. ૧૫ વર્ષની મલીકા(પહેલા તે આ નામથી ઓળખાતી) નેપાલના પહાડમાં તેના ગામથી ભાગી ગઈ - તેના બેદરકાર પિતાથી, સાવકી માતાથી અને ખેતરમાં લાંબા સમય સુધી કામ કરવાથી દુર એક સંબધીને ત્યાં દુનિયામાં તેનુ નશીબ અજમાવવા નીકળી. બીજી છોકરીઓની જેમ તેના પહેલા અને પછી તે સરહદ ઉપરથી ચોરીછિપીથી કામઠીપુરા - મુંબઈના વૈશ્યાવાડામાં પહોચી. હજી તેને તે રાત આબેહુબરીતે યાદ છે. મને બે ગોળી આપી અને હું બેહોશ થઈ ગઈ. જ્યારે મને ભાન આવ્યુ ત્યારે મેં એક અદભુત ઘટના જોઈ. એક મોટુ સ્મારક હતુ, મેં વીચાર્યુ કે તે કદાચ એક મોટી નદી છે, પણ તે હાજી અલી હતુ.

મને વાલકેશ્વરમાં એક ઓરડામાં થોડા દિવસો કેદમાં રાખી, ત્યાં પોલીસનો, ગુંડાનો, ઘરવાલી અને બીજા જાતજાતના વિચિત્ર લોકોનો ભયજનક મેળાપથી હું ડરથી કાંપતી મલીકા જેને ખબર ન હતી કે તે ક્યાં છે અથવા તેઓ કઈ ભાષામાં બોલે છે. તેને નવી જગ્યાએ જે હવેના થોડા વર્ષો માટે તેનુ ઘર છે. એક કોઠી (brothel) જે કામઠીપુરામાં છે. ત્યાં તેની નવી જીંદગી તેના નવા નામ ઘરવાલી ઝરીના સાથે ચાલુ થઈ.

વૈશ્યાવૃત્તીનુ જીવન (Life in Red):
આ અચાનક થઈ રહેલી ઘટનાઓમાં મને પરોવાઈ જતા થોડો સમય લાગ્યો. તે છતા મેં ધાર્યુ હતુ તેવો આ વૈશ્યાવાડો ન હતો. એ કહે છે કે મેં એક છોકરીને શાકભાજી સુધારતા જોઇ અને બીજીને ચુલો સળગાવતા જોઇ. રાત્રે ભપકાવાળા કપડા પહેરેલી સ્ત્રીઓને જોઇ નહી. ભપકાદાર સજાવટ ન જોઇને મને વિશ્વાસ ન આવ્યો.

તેને યાદ આવે છે કે મેં ઘણીવાર ત્યાંથી ભાગી જવા કોશિશ કરી, તેમાં સફળ પણ થઈ. ઘરવાલીએ મને કહ્યુ કે ત્યાથી જવા માટે મારે રૂ.૪૦,૦૦૦/- આપવા પડશે અથવા ત્રણ વર્ષ કામ કરવુ પડશે તેટલા સમયમાં તે ઉધાર લીધેલા પૈસા ચુકવી શકશે. મારા માટે બીજો કોઇ ઉપાય ન હતો. મેં બે વર્ષો સુધી સુરજની રોશની જોઈ નહી. તે મારી જીંદગી બની ગઈ.

એક પ્રેમની નાનકડી વાર્તા (Ek chhoti si love story):
ઝરીનાની જીંદગીમાં એક નાટકીય બદલાવ આવ્યો જ્યારે તે એક પડોશમાં રહેતા જુવાન પુરૂષના પ્રેમમાં પડી. તેમને બંનેને ચિત્રપટનો બહુ શોખ હતો. આ જુવાન પુરૂષ સુંદર ઝરીનાને ઘણી વાર બપોર પછીના ખેલમાં ચિત્રપટ જોવા લઈ જતો. તેમની પ્રેમ કહાની ચાલુ થઈ. ઝરીના બીમાર પડી ત્યારે તેમને અચાનક શોધ થઈ કે તેણી એચ.આય.વી પૉઝીટીવ છે.

ડૉક્ટર જે યુવાન પુરૂષને જાતે ઓળખતો હતો તેણે કહ્યુ કે જો ઝરીનાને વૈશ્યાવાડામાં વધારે સમય રાખવામાં આવશે તો તે એક મહીના કરતા વધારે જીવી નહી શકે. આ જુવાન પુરૂષે પોતાની બધી લાગવગ વાપરી - જ્યાં હૉટેલ હતી તેના માલિક્ને જેના પત્રકારો સાથે સંબંધ હતા - એક ફોટોગ્રાફર, એક સમાજનો કાર્યકર્તા - તેણે એક યોજના ઝરીના સાથે ભાગીને લગ્ન કરવા માટે બનાવી. ઘરવાલીની ફરિયાદને લીધે પોલીસ તેમને હેરાન કરે અને તેના નાયબ અધિકારીના સંબંધને લીધે નાયબ અધિકારીએ ત્યાના સ્થાનિક પોલીસને ફોન કરીને કહ્યુ કે આવી નાની ફરિયાદોની તે અવગણના કરે.

જો પ્રસંગ પ્રમાણે તેમની યોજના થઈ હોત તો ઝરીનાના અને જુવાન પુરૂષના વેલેન્ટાઈનના દિવસે લગ્ન થઈ ગયા હોત. પણ તેમનો પ્રેમ કાગળપત્રના બનાવવાની સામે પાછળ રહ્યો અને ફેબ્રુઆરી ૧૭મીએ તેમની નિકાહ પઢાઈ. ત્યાર પછી તરત જ તેઓ જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં આફત ન આવે તેથી ઝરીના અને તેનો પતી નવી મુંબઈમાં રહેવા ચાલ્યા ગયા. તેમણે નવા ઘરમાં એક નાનકડો ઓરડો ભાડે રાખવા થાપણ આપવા તેમની સોનાની સાંકળ વેચી નાખી.

Living with HIV Living with HIV
એચ.આય.વી સાથે જીવન ( Living with HIV):
તે દરમ્યાન ઝરીનાની માંદગી તેનો ભોગ લેતા વધતી ગઈ હતી. દર મહીને તેના માસિક સ્ત્રાવ દરમ્યાન તે શરીરના દુ:ખાવને લીધે રોઇ પડતી અને તુટી જતી, તેનુ ફુગેલુ પેટ અને ખુલાસો નહી થાય તેવુ સફેદ પરૂ. ઘણીવાર તે અઠવાડીયામાં એક વાર થતુ.

તેની સગર્ભાવસ્થાના ત્રીજા મહીનામાં જ્યારે તેની શસ્ત્રક્રિયા થઈ ત્યારે તેને એચ.આય.વીનો ખરો અર્થનો સામનો થયો. ઇસ્પીતાલના ડૉકટરો તેની એચ.આય.વીની સ્થિતી જાણીને તેના ઉપર શસ્ત્રક્રિયા કરવા અનિશ્ચિત હતા. પણ શસ્ત્રક્રિયા કરવી જ પડી. CD4 અને CD8 મળીને આ ટપ્પામાં વિવિધ પ્રકારની ચકાસણી કરવી પડી. આ સરકારી ઇસ્પીતાલમાં એચ.આય.વીનો ઉપચાર કરવા માટે મફત નોંધણી કરવામાં આવતી. તેમ છતા તેમને ખબર પડી કે ઝરીના મફત ઉપચાર કરવા પાત્ર ન હતી. એક બારીક તપાસ પ્રમાણે દર્દીઓ જેમની CD4 ની ગણતરી ૨૦૦ કરતા ઓછી હોય તેમને જ મફત ઉપચાર મળે છે અને જેઓનુ ૨૦૦ કરતા વધારે હોય તો તેમને ઉપચાર કરવાના પૈસા આપવા પડે છે, જે લગભગ ૬ મહીનાના ઉપચાર માટે રૂ.૩૫,૦૦૦/- છે. એચ.આય.વીના દર્દીઓ માટે આ ભેદ કેમ ? ફક્ત સરકારની નીતી એમ ઇસ્પીતાલે કહ્યુ. જેઓ બહુ ખરાબ તબક્કામાં છે તેમને દવા માટે પહેલી પસંદગી અપાશે.

આ દલીલને પડકાર આપવા બીજો કોઇ રસ્તો નથી. આ જોડી ખાજગી શાખા તરફ વળી. એક આર્યુવેદીક ઇસ્પીતાલ વરલીમાં મફત ઉપચાર કરતી હતી, પણ મફતનો ખરો અર્થ ફરીથી મફત ન થયો જે તેઓને પરવડે. તેમ છતા તેમને દવા મફતમાં મળતી પણ તેમને અઠવાડીયામાં બે વાર ત્યાં જવુ પડતુ. આ યુગલ માટે નવી મુંબઈથી અઠવાડીયામાં બે વાર વરલી જવુ તેઓને પરવડતુ નહી અને જુવાન પુરૂષને હંમેશા નોકરી આપવી શક્ય ન હતુ. દવાની અસર પણ ઓછી થતી અથવા બિલ્કુલ થતી નહી. ઉલ્ટે ઝરીનાનુ શરીર તપી જતુ અને તેને સુગ ચડતી. બે અઠવાડીયા પછી ઇસ્પીતાલમાં દવાનો પુરવઠો ખલ્લાસ થઈ ગયો અને તેથી ડૉક્ટરે દવા બહારથી લાવવા માટે ચિઠ્ઠી લખી દિધી અને તેની કિંમત રૂ.૬૦૦- ૭૦૦/- હતી. આ વસ્તુ વારંવાર થવા લાગી અને તેઓએ ત્યાં જવાનુ બંધ કર્યુ.સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ