Friday, Jul 20th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

મૃત્યુનુ કારણ ભેદભાવ છે

Print PDF
રંનજીતા બીસ્વાસ તરફથી
સાઉદી અરેબિયામાં એક જુવાન યુગલ, અમદાવાદમાં એક ૧૫ વર્ષનો છોકરો, સુરતમાં એક ખેતરમાં કામ કરતો મજુર અને બીજા ઘણા બધા લોકો ક્લંકથી બચવા માટે અને ભેદભાવ જે એચ.આય.વી પૉઝીટીવ લોકો સહન કરે છે તેઓ આત્મહત્યા કરે છે. છેલ્લા ૨૦ વર્ષોથી કરોડો રૂપિયા જાગરૂકતાના કાર્યક્રમ ઉપર આપણે ખર્ચીએ છીએ તો પણ ભેદભાવ શું કામ થાય છે?

એપ્રિલની શરૂઆતમાં પુર્વ સાઉદી અરેબીયાના પ્રાંતમાં એક યુવાન યુગલે તેમના ઘરમાં પંખા ઉપર લટકીને આત્મહત્યા કરી. પોલિસે આરબના બાતમી આપનારાઓને કહ્યુ, PTIની બાતમી અનુસાર, કે આત્મહત્યા કરતી વખતે લખેલ ચિઠ્ઠીમાં લખ્યુ હતુ કે સ્ત્રીને એચ.આય.વી પૉઝીટીવનો ચેપ લાગ્યો છે અને તેથી તે અસ્વસ્થ છે.

ભારતમાં પાછા ફરેલા સંદીપ સોનાર, ૩૫ વર્ષનો જે એક ખેતરમાં મજુરી કરતો હતો, તેણે આ વર્ષના માર્ચ મહીનામાં જ્યારે તેને ખબર પડી કે તે એચ.આય.વી પૉઝીટીવ છે, ત્યારે તેણે સુરતની અસ્પતાલના નાહવાના ઓરડામાં લટકીને આત્મહત્યા કરી.

જુલાઇ ૨૦૦૬માં ૧૫ વર્ષનો સંતોષ બનીયા બળવાથી મરી ગયો જ્યારે તેના શરીર ઉપર તેણે આગ લગાવી જ્યારે તેને ખબર પડી કે તેના માતાપિતા, જે તરકારી વેચતા હતા, તેઓ એચ.આય.વી પૉઝીટીવ છે. જ્યારે તેના સમાજને આ વાતની ખબર પડશે ત્યારે તેનો સમાજ બહિષ્કાર કરશે એ વિચારીને તે અસ્વસ્થ થઈ ગયો.

માધ્યમમાં થતી વારંવાર એચ.આય.વી/એડ્સ અને તેને લગતી વાતોને લીધે લોકોમાં થતી આત્મહત્યાના દાખલા હંમેશા થાય છે. જે લોકો એચ.આય.વી પૉઝીટીવ છે તેઓએ આત્મહત્યા કરી છે એની વ્યાપક જાણકારી બહુ મુશ્કેલીથી મળે છે. તેમ છતા એચ.આય.વી અને માનસિક વિકાર માટે એક તપાસ કરતો લેખ જે એપ્રિલ ૨૦૦૫ માં The Indian Journal of Medical Research, પ્રભાચંન્દ્રા, ગીતા દેસાઇ અને સંજીવરાજે નોંધ કરેલી "એચ.આય.વીનો ચેપ તેનો નકારાસુચકનો અર્થ અને ભેદભાવ ભવિષ્યમાં આત્મહત્યાના વિચાર (આત્મહત્યા ઉપર વિચાર) અથવા સંપુર્ણ આત્મહત્યા કરવી." તેઓએ એક MD કરતો વિદ્યાર્થી જે ૧૦૦ એચ.આય.વીના ચેપ લાગેલ લોકો, જેઓએ બેંગલોરમાં સેવા કરવાના કેન્દ્રમાં દાખલ કર્યા છે. તેઓનો અભ્યાસ કરે છે અને તેણે શોધી કાઢ્યુ કે ૪૧% લોકોને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. આ અભ્યાસમાં એક બહુ મહત્વની વાત એ મળી કે આ કાર્યપધ્ધતીની અને તાલિમને વગોવવાથી જે સ્વાસ્થયને લગતી દેખરેખને લગતી ક્લંક એક બહુ જ મોટા પ્રમાણમાં આત્મહત્યા કરવાની વિચારણા અને તેનો અંત આવવોને સંબધિત છે.

૨૦ વર્ષથી વધારે સમય એડ્સનો ચેપ લાગવાનો ૧૯૮૬માં આ દેશમાં શોધી કાઢ્યો એ વાત બહુ અશાંતી આપે છે. કરોડો રૂપિયા જાગરૂકતાના જુંબેશ કરવામાં ખર્ચ્યા છે. એક કંલક અને ભેદભાવ આ રોગની આજુબાજુમાં મોટા પ્રમાણમાં વળગી રહ્યા છે - ૧૦ વર્ષ પહેલા ૧૯૯૮માં એક ૨૬ વર્ષની વિધવાએ જે એડ્સના રોગથી પીડાતી હતી, જેણીએ સ્વત અને બે બાળકોને ભિવંડી, મહારાષ્ટ્રમાં આગ લગાવીને આત્મહત્યા કરી અને વધારામાં પડતુ તાજેતારમાં ઓરીસામાં એક સ્ત્રી જેને તેના એચ.આય.વીની સ્થિતીની ખબર પડી ત્યારે તેના ઘરમાંથી કુતરાના મદદથી કાઢી મુકી. સ્ત્રીઓ જેને પતીના જોખમકારક વર્તણુકને લીધે ચેપ લાગે છે, તેમને પણ છોડતા નથી. જો પતી મરી જાય તો તેને શારિરીક અને માનસિકરીતે ત્રાસ આપે છે અને તે કદાચ તેના માથા ઉપરનુ છાપરૂ પણ ગુમાવી બેસે છે. - આનુ જોખમકારક ક્રિયા કરવાનુ પુરતુ કારણ છે. ઉપર જણાવેલ તપાસનો લેખ એ નોંધ કરે છે - ભવિષ્યમાં કલંક એક મહત્વનુ આત્મહત્યા કરવાનુ અસ્થિર કારણ છે અને તેના ભારતમાં મહત્વના પડઘા પડેલ છે.

શહેરની આમ જનતામાં જેઓ ભણેલા કહેવાય છે તેઓની આ પરિસ્થિતીમાં કોઇ ફરક નથી. વૈદ્યકીય હકીમો અને પરિચારિકાઓ એડ્સના રોગથી પીડાતા લોકોની સારવાર કરવાની ના પાડે છે અને આ વાત સાધારણ છે. એક ૨૦૦૬ UNDPના અભ્યાસે (સામાજીક અર્થશાત્રને લીધે ભારતમાં એચ.આય.વી અને એડ્સ ઉપર થતી અસર) શોધ્યુ કે ભારતમાં એચ.આય.વી સાથે રહેતા ૨૫% લોકોને વૈદ્યકીય સારવાર આપવાની ના પડી હતી, કારણકે તેઓ એચ.આય.વી. પૉઝીટીવ હતા. કામ કરતી જગ્યાઓમાં કલંક લગાડવાના દાખલાઓ અસંખ્ય છે, ૭૪% કામગારો તેઓની સ્થિતી ભેદભાવના ડરથી બતાવતા નથી. ૨૬% જેઓએ પોતાની સ્થિતી જાહેર કરી હતી તેમાંથી ૧૦% લોકોએ તેના પરિણામમાં પક્ષપાતિ થવાનો સામનો કરવો પડ્યો. તે વાત ઘણા લોકોમાં સીમિત જુથોમાં જાહેર છે, જેવા કે સ્ત્રી લૈંગિક કામગારો, ત્રિતીયપંથી (transgenders) અને સમલિંગકામી પુરૂષો. તેઓ ઘણી વાર કલંકીત થાય છે, તેઓના એચ.આય.વીની સ્થિતીને લીધે નહી, પણ તેઓના જુથને સમાજમાંથી કાઢી નાખેલ છે.

એક Kerala Health Studies and Research Centre (2000) ના અભ્યાસ પ્રમાણે કલંક અને ભેદભાવની ૩૭ જાતો છે. "જેમાં નોકરી કરતી વખતે ફરજીયાત કસોટીના, ખાનગી નહી રાખી શકે તેવી, રોજગારીનો ઇન્કાર અને હકાલપટ્ટી, એચ.આય.વી/એડ્સના ચેપથી પીડાતા લોકો તરફ, ડૉ.જોય એલમૉન જેમણે ડૉ.જયશ્રી સાથે જેની સાથે તે ભણયા હતા, તે કેરાલાથી ચુટાઇ હતી તેના અભ્યાસ માટે જે બહુ જ શૈક્ષણિક અને આરોગ્ય અને તેમની જાગરૂકતાના સ્તરને લીધે જાણીતી છે.

એટલે નવાઈની વાત નથી કે એચ.આય.વી પૉઝીટીવ લોકો આવી જીંદગી જીવવા કરતા દયાપાત્ર જીવનનો અંત લાવે છે.

પવન ઢાલ, ડાયરેક્ટર ઑફ સાથી, કોલક્ત્તાનું સ્વંયસેવક કહે છે કે ફક્ત આ રોગ જ નહી પણ બીજા દબાણો જેવા કે સામાજીક, આર્થિક અને સૌથી વધારે અજ્ઞાન અને કલંક, જે તેમની જીંદગીનો અંત લાવવા પ્રેરીત કરે છે. તે એક સમલૈંગિકામી સભ્યનો દાખલો આપે છે,જે MANAS Bangla (MSM Action Network for Social Advocacy). એક MSMs નુ કલકત્તાનુ નેટવર્કનો સભ્ય છે જેણે સરકારની ઇસ્પીતાલમાં ખરાબ અનુભાવને લીધે આત્મહત્યા કરી. પહેલા તો એ તેના ઘરમાં સ્ત્રી જેવુ વર્તન કરવાના દબાણમાં હતો.જ્યારે તેના ઉપર શસ્ત્રક્રિયા કરવાની હતી ત્યારે તેને ખબર પડી કે તે એચ.આય.વી પૉઝીટીવ છે. તે ઉદાસ થઈ ગયો જ્યારે તેના વૈદ્યો તેના કિસ્સા બાબત વાત કરતા હતા કે આ ગમે તે રીતે મરવાનો છે તો શસ્ત્રક્રિયા કરીને શું ફાયદો થશે. શ્રી અનીસ રાય ચૌધરી, વ્યવસ્થાપક - કાર્યક્રમ, MANAS Bangla ઉમેરે છે. એ આપણી સંસ્થાનો સભ્ય છે. તે બહુ જ પેટના દરદથી પીડાતો હતો, કદાચ તેના પેટના કર્ક રોગને લીધે, જ્યારે તેની એચ.આય.વી પૉઝીટીવની સ્થિતી સમજાઈ. અમે અમારી સાથે જેની જરૂર હતી તે ઈંજેકશન પણ લઈ ગયા હતા પણ ઇસ્પીતાલમાં કોઇ પણ તે આપવા તૈયાર ન હતુ. એ ઘરે આવ્યો અને આત્મહત્યા કરી.


ડૉ. ઇલમોન્સ ઘણા બધા કિસ્સાઓ ઉપર અભ્યાસ કર્યો, જેના ઉપર ઇસ્પીતાલના કર્મચારીઓએ દર્દીઓ ઉપર સારવાર કરવાની ના પાડી હતી. તેણે વિગતવાર સમજાવ્યુ કે મોટા ભાગની ઇસ્પીતાલોમાં તે વાત ખાનગી રાખવાની સગવડ નથી હોતી.

આ આખો દૃષ્ટીકોણ વૈદ્યકીય વ્યવસાય અને paramedics માં (તે તેમને બનતુ હશે, અમને નહી) અને આ બીજાપણુ, જે સમાજે લાધ્યુ છે તે સમલિંગ સ્ત્રીઓ પર, સમલિંગકામી પુરૂષો પર, ઉભયલિંગીઓ પર અને ભડવાઓ ઉપર (LGBT) જબરજસ્ત દબાણ લાવે છે. ગમે તે રીતે આપણે એક નિશાનનુ વલણ પોતાના વિનાશ ખાસ કરીને આ સમાજના સભ્યોમાં કરવાનુ જોઇએ છે.

ભેધતા ત્યા પહેલાથી છે. એક ભાવના કે મને આ સમાજ સ્વીકારશે નહી, અને જ્યારે તેમને મારૂ એચ.આય.વી પૉઝીટીવનુ સ્થાન સમજાશે તો તેની ભેધતા અનેક પ્રકારની થશે એમ રે ચૌધરી કહે છે.

આ મહત્વનુ છે. એક ૧૯૮૮નો અભ્યાસ જે ડૉ.પીટર મુરજુક, કોર્નેલ યુનિવર્સિટી મેડીકલ કોલેજ,ન્યુયોર્ક,મનોવૈજ્ઞાનિકે સંચાલિત કર્યો હતો. તેમનુ સંશોધન જેThe Journal oph the American Medical Association (JAMA)માં પ્રકાશિત થયુ હતુ, તેમાં શોધ્યુ હતુ કે એડ્સના દર્દીઓમાં જે કર્ક રોગથી પીડાય છે તેમાં આત્મહત્યાનો દર વધારે હતો, બીજા રોગો કરતા, જેનો અંત છેવટે જીવલેણ રોગો છે.

૧૯૮૫, ન્યુયોર્ક શહેરના એડ્સના દર્દીઓનુ અને આત્મહત્યા કરેલાનો સ્વીકૃત માહિતીનો અભ્યાસ કર્યો. ૩૮૨૫ વ્યક્તિઓમાંથી જેઓ આખા વર્ષમાં અથવા વર્ષના એક ભાગમાં જેઓ એડ્સની સાથે જીવે છે, તેમાંથી ૧૨ લોકોએ પોતાની જીંદગીનો પોતે અંત લાવ્યો હતો.આ સ્વીકૃત માહિતી બતાવે છે કે એડ્સથી પીડાતા પુરૂષો ૩૬ વખત વધારે આત્મહત્યા કરે છે,આખી પુરૂષોની લોકસંખ્યા જેઓની ઉમર ૨૦ થી ૫૯ વર્ષ છે તેના કરતા વધારે, અને ૬૬ વખત સામાન્ય વસ્તી કરતા વધારે. આ અભ્યાસમાં સ્ત્રીઓ અને પુરૂષોનો બંનેનો સમાવેશ છે, પણ તેમાંથી કોઇ પણ સ્ત્રીએ,જે એડ્સથી પીડાય છે આત્મહત્યા કરી નથી. સંશોધકો કહે છે કે અભ્યાસ પ્રમાણે સારાંશમાં ઘણી ઓછી સ્ત્રીઓ, જે એડ્સથી પીડાય છે, તેઓ આત્મહત્યા કરે છે.

લોકો જેમની માંદગી વધતી જાય છે તેઓ આત્મહત્યા કરવાનો ગંભીરપણે વિચાર કરે છે. એક બીજી આત્મહત્યા અને એચ.આય.વીના અભ્યાસમાં જે JAMA (December 4, 1996) એ પદર્શિત થયુ છે. A L Dannenberg and others of the Johns Hopkins School of Public Health સુચવે છે. આત્મહત્યાનો દર બહુ મોટા પ્રમાણમાં વધી જાય છે જ્યારે એચ.આય.વી રોગના લક્ષણો દેખાય છે, નિદાનવિર્દે વિચારીને પુછવુ જોઇએ કે એચ.આય.વીનો ચેપ લાગેલ લોકોમાં આત્મહત્યા કરવાના દરનુ જોખમનુ કારણ, શરૂઆતના પરામર્શ વખતે અને ત્યાર પછીના ઔષધીય દેખરેખ રાખતી વખતે છે.

બીજી બાબત જે મુરજુકે પોતાના અભ્યાસ દરમ્યાન કહી તે કેટલાક એડ્સના દર્દીઓ જેઓએ આત્મહત્યા કરી કારણકે તેમની મદદ કરવા કોઇ આવ્યુ નહી.એમણે કહ્યુ કે ઘણી વાર આત્મહત્યા કરતા લોકોને તમે જલ્દી પહોચો તો બચાવી શકો છો.

આ વાત ધાલના નિરિક્ષણમાં પડઘો પાડે છે કે કાળજી અને આધારની સેવા જે એચ.આય.વીના દર્દીઓને મળે છે તેમાં " માનસિક પિડાનો પરામર્શ એક જરૂરીયાતનો ભાગ હોવો જોઇએ." શુરૂ, એક ચિત્રપટ જે સાથીએ બનાવ્યુ છે જે એડ્સને ક્લંક લાગ્યુ છે તેના માટે એક આધાર આપે છે અને લોકો સકારાત્મક રીતે જીવે છે જેમને એડ્સની બિમારી લાગી છે છતા તે કેટલાકમાં નિરાશાને હળવી કરે છે. એક હકીકત છે કે એન્ટી રેટ્રો વાયરલની સુલભતાએ એચ.આય.વી પૉઝીટીવ લોકોમાં એક નાટકીય બદલાવ લાવ્યો છે અને તેનાથી આ લોકોની જીંદગી બદલાઇ ગઈ છે અને તેઓ પરામર્શની બેઠકોમાં મદદગાર થાય છે, દર્દીઓને સમજાવીને કે તેમની જીંદગીનો અંત હજી સુધી નથી આવ્યો.

રે ચૌધરી કહે છે કે Drop-in Centres (DIC) of MANAS Bangla માં કામગારો માટે આત્મવિશ્વાસ જાળવવા માટે પરામર્શની બેઠકો રાખવી જોઇએ અને આરોગ્ય માટે કેળવણીની બેઠકો પણ રાખવી જોઇએ. દૃઢવિશ્વાસ માટે ગમે તે માણસ જેમ સમાજમાં પહેલુ પગલુ મોટા પ્રમાણમાં homophobic છે. એચ.આય.વી/એડ્સની જાગરૂકતાની જુંબેશમાં આ વૃતિજન બદલાવ બહુ મહત્વનો છે તેમ તે માને છે.

એક માનસિક સારવાર કરનાર કેલકટાની જોલી લહા બતાવે છે કે "છેવટના તબક્કે આવેલો રોગ કોઇને પણ મોટુ દબાણ લાવે છે. તેને/તેણીને જીવવુ છે, જે માણસનો મુખ્ય હેતુ છે, હવે તે એકદમ ઉલટપલટ થઈ જાય છે. મૃત્યુની રાહ જોવી તે એક બહુ જ માનસિક આઘાતજનક છે અને આત્મહત્યા કરવી તે તેના પોતાના નશિબ ઉપર અંકુશ આવ્યો છે તેવો આભાસ થાય છે. આ વખતે પરામર્શ કરતા જીવનમાં ગુણને મહત્વ આપવુ. આપણે જોયુ છે કે સકારાત્મક વિચાર એક દર્દીને તે શારિરીક સારા થવાની પ્રેરણા આપે છે.

કાળજી રાખવાવાળાઓ આનુ એક ઉદાહરણ આપીને તેને લીધે થતો પ્રચંડ ભેદ બતાવે છે. આ આપણે જોઇ શકીયે છીયે the Mar Kundukulam Rehabilitation Centre near Trissur in Kerala, જેઓને દર્દીઓના કુંટુંબે અને મિત્રોએ છોડી દીધા છે કારણકે તેઓ એચ.આય.વી પૉઝીટીવ છે તેમને આસરો આપીને સારવાર કરે છે. ફાધર વરગીશ જે એક સ્થાપક છે તે કહે છે કે ઘણા બધા દર્દીઓ આત્મહત્યા કરવાનો પહેલા વિચાર કરતા હતા તે હવે ફરીથી જીવવાનુ શીખે છે.

એક સકારાત્મક પગલુ જે આરોગ્યનુ ધ્યાન રાખનાર સરકાર ઘણા સમયથી સંસદ, વરસાદની બેઠકમાં એક એડ્સની વિરૂધ બીલ મુકવા માગે છે. આ બીલ જેને ચેપ લાગ્યો છે તેમના સામાજીક અને આર્થિક ભેદભાવ રોકવા માટે મુક્યુ છે. તેણે તેનુ ધ્યાન તેને તૈયાર કરવા માટે જેવા કે સમાનતાનો હક્ક, સ્વયંશાસનનો હક્ક, ખાનગી રાખવા અને આરોગ્યની સંભાળ રાખવાનો હક્ક, સુરક્ષિત વાતાવરણમાં કામ અને જાણકારીનો હક્ક અને બધા એચ.આય.વી. પૉઝીટીવ લોકો માટે દોર્યુ છે.

(રંજીતા બિસ્વાસ એક કલકત્તામાં રહેતી પત્રકાર છે. તે એચ.આય.વી/એડ્સના વાતાવરણમાં ફક્ત સ્ત્રીઓ અને જાતિલીંગવાળા લોકો માટે કામ કરે છે. તે એક Trans World Features ની સંપાદક છે.)

InfoChange News & Features, May 2008
Source: infochangeindia.org

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ