Saturday, May 08th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એચ.આય.વી. એચ.આય.વી. સાથે જીવતા “મને બીક લાગે છે કે હું, આ ખબર કેવી રીતે આપીશ?”

“મને બીક લાગે છે કે હું, આ ખબર કેવી રીતે આપીશ?”

Print PDF
અંજુલીકા થીંગનમ કહે છે
૨૦ વર્ષનો લુબંગો તેના માતાપિતા અથવા તેના સાથીને કહી નથી શકતો કે તેને એચ.આય.વી છે કારણકે મણીપુર, ભારતના બાકીના વિભાગોની જેમ, પુરૂષ જે બીજા પુરૂષની સાથે લૈંગિક સંબંધ રાખે છે તે જેલમાં જવા લાયક છે.

તેની આંગળીઓ એક બીજા સાથે જોડાયેલ છે અને તેનામાં થતી કોલાહલને લીધે તે ઝડપથી વારંવાર ઉઘાડે છે. મારા માતાપિતાને જ્યારે ખબર પડશે ત્યારે તેઓ અસ્વસ્થ થઈ જશે. મારે શું કરવુ તેની મને સમજણ નથી પડતી. તેના કરતા હું મરી જાઉ તો સારૂ, એ કહે છે.

૨૦ વર્ષનો લુબંગોને આજ ૬ મહીના થઈ ગયા છે જ્યારેથી તેને ખબર પડી છે કે તે એચ.આય.વી પૉઝીટીવ છે અને તેના માતાપિતાને આ વાત કહેવાથી તકલીફ થાય છે.

લુબંગો એક સમલિંગકામી છે, ભારતના મણિપુર રાજ્યના ઉત્તરપુર્વ ભાગમાં, પહાડનો આખો મુલુક ઈંફાલમાં જે ત્યાની રાજધાની છે. તેના જેવા પુરૂષો ઉપર નારાજગી બતાવે છે.

હું જ્યારે નાનુ બાળક હતો ત્યારે મારી માસી મને છોકરી જેવા કપડા પહેરાવતી અને પછી મારો ફોટો લેતી. મારી માતા પણ આ જોઇને હસતી કારણકે તેને દીકરી ન હતી. પણ હવે તે દરરોજ મારૂ દફ્તર તપાસે છે કે હું તેમાં પાવડર અથવા લિપસ્ટીક રાખતો નથીને. તે મને વઢે છે અને મારે છે. મારા આવા વિચિત્ર વર્તન માટે તે મને ધમકી આપે છે કે તે મને મારી નાખશે જો મને આજના રોગનો ચેપ લાગશે. એટલે તે એમ કહે છે કે હજી સુધી હું મારા કુંટુંબને મારા એચ.આય.વીની સ્થિતી બાબત નથી કહી શકતો.

લુબંગોએ પાંચ વર્ષ પહેલા એક પરણેલા પુરૂષની સાથે જે તેને કુમાર્ગે દોરી જતો હતો તેની સાથે લૈંગિક સંબંધ રાખવાનુ ચાલુ કર્યુ હતુ. ત્યાર પછી તેના ઘણા ચાહિતાઓ છે.

મને પહેલા ખબર ન હતી કે પુરૂષ સાથે લૈંગિક સંબંધ રાખવાથી એચ.આય.વીનુ પ્રસારણ થશે અને એટલે મેં કદી સુરક્ષિત લૈંગિક સંબંધો ન રાખ્યા. હવે શું? મેં કદાચ રોગને પેદા કરનાર સુક્ષ્મ જંતુનુ પ્રસારણ બીજા પુરૂષોમાં કર્યુ હશે જે મને ચાહતા હતા. તેમાંથી કેટલાક પરણેલા હતા અને તેઓએ કદાચ આનુ પ્રસારણ તેમની પત્નીને કર્યુ હશે. મને ખબર છે કે મેં તેમને સાચી વાત મારી આ સ્થિતીની કહી દીધી હોત અને તેઓએ તેમની અને તેના સાથીઓએ પણ ચકાસણી કરી લીધી હોત. પણ મને બીક છે. હું આ બાતમી કેવી રીતે આપુ? તે પોતાની આંખો બંધ કરે છે અને તેના હાથ ખંભા સુધી પહોચેલા વાળ ઉપર ફેરવે છે.

ઇબુંગો એક કેળવણી આપનાર સાથીદાર Social Awareness Service Organisation (SASO)ની સાથે કામ કરે છે, જે અગાઉ માદક દ્રવ્ય લેતા માણસોએ ચાલુ કરેલી ગેરસરકારી સંસ્થા છે. તે સોઇથી માદક દ્રવ્ય લેનારાઓ અને બીજા જે એચ.આય.વી અથવા એડ્સના રોગથી પીડાય છે તેમના માટે ચલાવે છે. બંને IDUs (નસ દ્વારા માદક દ્રવ્યનુ સેવન કરનાર) અને પુરૂષ જે પુરૂષ સાથે લૈંગિક સંબંધ રાખે છે. (MSM). તેમાં ફક્ત સમલિંગકામી નહી પણ ત્રિતીયપંથી અને વિષમલિંગકામીનો સમાવેશ છે એને તેઓ એચ.આય.વીને હુમલાપત્ર છે. આખા ભારતમાં ઘણી જગ્યાએ મોટા સમજ તરફથી આ જુથ ભેદભાવનો સામનો કરે છે, જે તેમને આરોગ્ય વિશે જાણકારી અને સેવાથી વંચિત રાખે છે. sentinel surveillance ના હેવાલોની દૃષ્ટીએ Manipur State AIDS Control Society (MSACS) રાજ્યના MSMsમાં એચ.આય.વીનો સામાન્યપણે વપરાશ ૨૦૦૩માં ૨૯.૨% હતો પણ ધીમેધીમે તે ઓછો થઈને ૨૦૦૬માં ૧૨.૪% થઈ ગયો તે પણ હજી બહુ મોટો આકડો છે.

બરફના પહાડની સામે આ ફક્ત એક નાનકડી ટોચ છે. ઘણી ઓછી MSMs ની વસ્તીને પાસે સેવાને પહોચવાનો માર્ગ છે, ત્યા સૌથી વધારે ભાગ છે પણ તેઓ ત્યા પહોચી શક્યા નથી કારણકે તેમને લૈંગિકતા બાબત જાહેરમાં વાત નથી કરવી અને ત્યાં કેટલા બધા પુરૂષો પરણેલા છે જેઓ બીજા પુરૂષો સાથે તેમની પત્નીને ન ખબર પડતા લૈંગિક સંબંધ રાખે છે. આર.કે.શરાત કહે છે, જે SASOની ઉપર MSM યોજનાને ચલાવે છે.

તે ઉમેરે છે કે એક વાત નિશ્ચિત છે જે ગુપ્ત વસ્તી છે જેને આ સેવા પહોચાડવા માટે મુશ્કેલ છે.

એક MSMનુ રૂપ જે બીજાને સંબધિત અજાણતુ છે, તે આખા ભારતમાં મણિપુર છે.જે મયામનારની ભારતની સરહદ ઉપર છે. અને ત્યાં સાંસ્કૃતિક પરંપરા છે, જ્યા પુરૂષો સ્ત્રીનો ભાગ સાંસ્કૃતિક નાટ્યગૃહમાં ભજવે છે.

લોકો પુરૂષોને જાણીતા સુમંગ લીલા રૂઠીચુસ્ત નાટકોમાં સ્ત્રીનો ભાગ ભજવતા અને તે વિચારતા કે ફક્ત સ્ત્રીનો ભાગ રંગમંચ ઉપર ભજવ્યા પછી તેમની ભુમિકા પુરી થાય છે. શરત તેમાં ઉમેરીને કહે છે કે સમાજને લૈંગિક સંબધ બાબત સ્થિતીજ્ઞાનની જરા પણ કલ્પના નથી. તેમ છતા દરેક પુરૂષ જે સુમંગ લીલામાં ભુમિકા કરે છે તે MSM નથી.

એક સાધારણ સામાજીક મનોવૃત્તિ છે કે સમલિંગકામી લોકો ખોટો દાવો કરે છે અને તેમને સારી રીતે મારીને તેમની લૈંગિકતા રસ્તા ઉપર લાવશે.(તેમને વિષયલિંગકામી બનાવીને).

બંને રાજ્ય સરકાર અને NGOs જેવા કે SASO MSMના સમાજ સાથે મણિપુરમાં કામ કરે છે. પણ તેમનુ ખાસ મહત્વનુ કેન્દ્ર માદક દ્રવ્યના વાપરનારા છે. સરકારના MSACS - 57 NGOs સાથે કામ કરે છે અને તેમનુ લક્ષ ૪૫ IDUs જેમાંથી ફક્ત ૨ MSMs ની સાથે કામ કરે છે.

નાણાકીય મદદ Federal National AIDS Control Organisation (NACO) તરફથી આ NGOs વહેચે છે અને જે રાજ્યના સરકારની અગ્રતા નક્કી કરે છે.

શરત કહે છે કે MSM ની વસ્તીમાં સૌથી વધારે જોખમવાળા વધારે લૈંગિક વ્યવહાર ઘણા ભાઈબંધ સાથે કરે છે અને તેઓ આને છુપાવે છે અને તેથી અમને વધારે નાણાકીય મદદની જરૂર પડે છે.

જ્યારે ૧૯૯૮માં SASO એ કામ ચાલુ કર્યુ ત્યારે એક જીલ્લો - ઇંફાલ - પશ્ચિમ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ ત્યારે તેઓ પાસે ૫૦૦ નોંધ કરેલા MSMs દાન દેવા માટે તૈયાર હતા. આજે ઇંફાલ પુર્વ અને ઇંફાલ પશ્ચિમમાં ૭૦૦ છે. તેમાંથી ૩૫ એચ.આય.વી પૉઝીટીવ છે અને ૭ જેઓ એડ્સથી પીડાય છે તેઓ એન્ટી રેટ્રો વાયરલનો ઉપચાર કરે છે.

MSACS જે થૌબાલ અને ચંદેલ જીલ્લામાં ૬૦૦ MSMs સાથે કામ કરે છે. જેઓમાંથી ૨૧૦ MSMs જેણે અત્યાર સુધી સ્વૈચ્છીક ચકાસણી કરાવી છે, તેમાં ૨૩ એચ.આય.વી પૉઝીટીવ છે.

MSACSના અધિકારીઓએ IDU વસ્તી જે MSACS સાથે કામ કરે છે, તે લગભગ ૩૬,૦૦૦ - ૩૯,૦૦૦ છે તેઓ માટે નાણાકીય ફાળવણીનુ સમર્થન આપ્યુ છે(તે પતી અને બાળકો મળીને) જેની સરખામણીમાં (તેમના ભાગીદાર મળીને) ફક્ત ૧૪૦૦ - ૧૭૦૦ MSMs છે. તેઓ માટે એક માત્ર નાણાકીય સહાય કરતી સંસ્થા છે જે ઓરચીડની યોજનાના કાર્યક્રમ જે Bill and Melinda Gates Foundationને નાણા પહોચાડે છે અને જે Australian International Health Institute એ આ યોજનાને અમલમાં મુકી છે. તેમ છતા વધારામાં MSMના જુથો જેઓ સાથે કામ કરે છે તેઓ તેમની પોતાની તાકાતથી લૈંગિક્તાના સવાલને ઉભો કરે છે.

એક રીતે અમારૂ કામ MSM એચ.આય.વી અને એડ્સના સંબધને ફક્ત જાગરૂકતા ફેલાવવા માટે નથી પણ અમારા લૈંગિક્તાના વિષયને પ્રકાશમાં લાવવા માટે પણ છે. એક નિવેદન - અમે અસાધારણ હોવાનો ઢોંગ કરતા નથી એમ શરત કહે છે.

હવે અમે સમજાતિયલિંગની ચળવળની જાણ કરીએ છીએ, જે મણિપુરની બહાર છે અને અમે તે ચળવળમાં જોડાઇએ છીએ એમ તે કહે છે.

તેમ છતા તે કલંક ઓછુ કરવા, ભેદભાવ અને ગુન્હેગાર પ્રવૃત્તિનો સામનો MSMની વસ્તી કરે છે અને વિશ્વાસનીય માહિતીના અભાવને લીધે ૨૦૧૦ સુધી એચ.આય.વીની રોકથામ, કાળજી તથા આધાર અને ઉપચાર માટે બધા રાજ્ય સરકારના પ્રયત્નોમાં અવરોધ લાવે છે જે ભારતની સરકારે યુનાઇટેડ નેશન્સને સંકેત કર્યુ છે.

સમજાતિય લિંગના સબંધમાં આવવુ એ હજી પણ ભારતમાં વિક્ટોરીયન કાયદાને લગતી શિક્ષા કરતો ગુન્હો છે, જે લૈંગિક સબંધ રાખતા કુદરતના કાયદાની વિરૂધ્ધ છે.

આ અભિપ્રાયને ઘણા ધાર્મિક વડાઓએ ટેકો આપ્યો છે. ગુન્હેગારી પ્રવૃત્તિને નાથવાના પ્રયાસ માટે શરત માને છે કે રાજકીય પક્ષો અને રાજકારણ કામમાં ભાગ લેનારાઓનો સમાવેશ બહુ મહત્વનો છે.

લૈંગિક્તા બાબત જાહેરમાં વાત કરવી એ અમારા માટે એક ડર હતો, તે અમારી એક કમજોરી છે. હવે અમે કામ કરીયે છીએ અને એટલે MSMની જુવાન પેઢીને નિરોગી જીવન આપે એમ તે કહે છે.

2010 Features
Source: infochangeindia.org

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ