
સવિતાએ જ્યારે બીજીવાર ગર્ભધારણ કર્યુ ત્યારે તેણીને જાણ થઈ કે તેને એચ.આય.વી વિષાણુનો ચેપ લાગ્યો છે. તેણીએ ત્યા સુધી આ ચેપ વિશે સાંભળ્યું ન હતું અને ત્યારે તેણીએ વિચાર કર્યો કે તેને અને બાળકોને કાંઈક ગંભીર સમસ્યા થશે. સવિતાના આશ્ચર્ય વચ્ચે નિરોગી ચેપ વગરના બાળક્ને જન્મ આપ્યો કારણ તેણીએ સાંગલી સિવિલ હૉસ્પિટલમાંથી પેરેન્ટ ટુ ચાઈલ્ડ (PPTCT) નો ઉપચાર લિધો હતો.