Tuesday, Aug 14th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

જોખમકારક સ્ત્રીઓના અવાજો

Print PDF
વાલાબાઈનો પતિ જેને એડ્સ હતો અને તે એચ.આય.વી પૉઝીટીવ હતી અને તેનો પતિ મરી ગયા પછી ભેદભાવને લીધે તે નિરાશાજનક જીંદગી લડી. પણ તે સામનો કરતા શીખી. "જેઓ પૉઝીટીવ છે તેમને બધાયને એક વાત કહેવી છે કે તેમણે દુખી થયા વીના પોતાની જીંદગી સારી રીતે જીવવાની છે"
મારૂ નામ વાલાબાઈ છે અને હું મુળ એક ગામડુ જે ચંદોલી નજીકના શીરાલા તાલુકા અને સાંગલી જીલ્લામાં છે ત્યાંની છુ. મારા માતાપિતા એક ખેતરમાં કામ કરનારા મજુર હતા. તેમણે તેમની જગ્યા છોડવી પડી કારણકે ત્યા એક નદી પરનો બંધ બાંધવાનો હતો. તેમને કુરલુપ ગામમાં જે વાલવા તાલુકામાં છે, ત્યાં હું જન્મી હતી, ત્યાં અમને જમીન આપવામાં આવી હતી. અમે કુંટુંબમાં ચાર જણા હતા, બે બહેનો અને માતાપિતા.

હું ત્રણ વર્ષની હતી ત્યારે મારા પિતા ગુજરી ગયા. હું છઠ્ઠા ધોરણ સુધી ભણી હતી પણ નાણાકીય મુશ્કેલીઓને લીધે મારે ભણવાનુ મુકી દેવુ પડ્યુ અને મેં મારી માતા સાથે ખેતરમાં કામ કરવાનુ ચાલુ કર્યુ. હું ૧૨ વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયા. મારો પતિ મુંબઈમાં કામ કરતો હતો અને હું મારી માતા સાથે રહેતી હતી જેને દમનો રોગ હતો અને આખુ ઘર ચલાવવાની જીમ્મેદારી મારા ખંભા ઉપર આવી પડી હતી. મારો પતિ દર ૬ મહીને મને મળવા આવતો. હું ગર્ભવતી થઈ અને લગ્નના ૪ વર્ષમાં ત્રણ બાળકોને જન્મ આપ્યા. બે દીકરી અને એક દીકરો.

૧૯૮૬માં મારી માતા ગુજરી ગઈ. મારા પતિએ પણ મુંબઈથી પૈસા મોકલવાનુ બંધ કરી દીધુ અને એટલે હું એક કપાસના કારખાનાની બહાર ખેતરમાં એક મજુર અને થોડા સમય માટે નદીમાંથી ખટારામાં રેતી ભરવાનુ કામ કર્યુ.

૧૯૯૮માં મારો પતિ બિમાર પડ્યો અને મારા ગામ પાછો આવ્યો. એને TB હતો. એનુ આખુ મોઢુ પરૂના પરપોટાથી ભર્યુ હતુ. અમે તેને દવા આપવાનુ ચાલુ કર્યુ પણ તેના કુંટુંબે આ રોગ થવાનુ કારણ તેણે તેના ભગવાનને નારાજ કરવાથી થયુ છે અને તેમણે ઘણા બધા પૈસા તેમના ભગવાનને રીજવવા માટે ખર્ચ્યા - એક ધાર્મિક વિધિમાં એક કામણગારી સ્ત્રીના કહેવા પ્રમાણે બકરીનો વધ કર્યો.

જ્યારે મારી માતા બિમાર હતી ત્યારે દરરોજ એક ડોકટર તેને ઈંજેક્શન દેવા ઘરે આવતો. એ હંમેશા કહેતો કે સોય વાપરતા પહેલા તેને જંતુનાશક કરો પણ તે વખતે મેં તેને કહ્યુ કે આની જરૂર નથી. તેણે મને એચ.આય.વી/એડ્સ થવાના લક્ષણો બાબત વાત કરી.

જ્યારે મારો પતિ તેની બિમારીને લીધે મારે ગામ આવ્યો ત્યારે મેં જાણ્યુ કે તેનુ વજન બહુ ઓછુ થઈ ગયુ છે અને તેને નિરંતર ઉધરસ આવતી અને શ્વાશ લેવામાં તકલીફ પડતી. મને આ લક્ષણોની ઘણી જાણકારી હતી અને તેથી હું તેને અમારા ડૉકટર પાસે લઈ ગઈ. જેણે મને તેનુ લોહી તપાસવાનુ કહ્યુ. મારૂ હૃદય બહુ ઝડપથી ચાલી રહ્યુ હતુ પણ મારા પતિને તેની કાઈ ચિંતા ન હતી. એ બહુ દારૂ પીતો હતો અને ગુટકાનો વ્યસની બની ગયો હતો.

જુન ૧૯૯૯માં એક પ્રયોગશાળામાં જે ચીકુરડે ગામમાં હતી ત્યાં એચ.આય.વી માટે ચકાસણી કરાવી. પ્રયોગશાળાએ અમને ૨ દિવસ પછી આવવાનુ કહ્યુ, તે બે દિવસ સૌથી ડર જનક હતા. મને અમારા નશીબમાં શું લખ્યુ છે તે ખ્યાલ ન હતો. અમે તેનો હેવાલ ડૉ.ગવળી પાસે લઈ ગયા જેણે કહ્યુ કે મારો પતિ એચ.આય.વી પૉઝીટીવ છે. મારી જીંદગીમાં અંધકાર છવાઈ ગયો અને મારૂ ભવિષ્ય બહુ ભયંકર થઈ જશે એમ લાગ્યુ. મારો ડૉકટર બહુ માયાળુ હતો અને તેણે મને મારા પગ ઉપર અડગ રહેવા અને આ સંકટ સહન કરવા માટે મદદ કરી. જ્યારે લોકોને મારા પતિની આ સ્થિતીની ખબર પડી ત્યારે તેઓ તેનાથી દુર રહેવા લાગ્યા પણ હું મક્કમ ઉભી રહી અને તેની સેવા કરવાનુ નક્કી કર્યુ.

મારા પતિએ મારી સાથે લૈંગિક સંબંધ રાખવાની ના પાડી, પણ મને લાગ્યુ કે તે દુખી થઈ જશે અને તેથી મેં તેની સાથે લૈંગિક સંબંધ રાખવાનુ ચાલુ રાખ્યુ પણ કોઇએ મને કીધુ નહી કે આ એક એચ.આય.વીનુ પ્રસારણ થવાનો માર્ગ છે. મને ખ્યાલ પણ ન હતો કે મને લૈંગિક સંબંધ રાખવાથી પ્રસરણ થશે.

તે દરમ્યાન મેં મારી જમીન વારના સહકારી બૅક, વારનાનગરમાં ગીરવી મુકીને રૂ.૫૦,૦૦૦/- દવા અને સારવાર કરવા માટે લીધા. ૨૦૦૧માં પૈસા ખલાસ થઈ ગયા અને તે ગંભીર પ્રમાણમાં બીમાર પડી ગયો. મેં તેને સાંગલી સિવિલ ઇસ્પીતાલમાં ભરતી કર્યો, પણ તરત જ ડૉકટરે મને ઘરે લઈ જવાનુ કહ્યુ કારણકે તે કોઇપણ સારવારને પ્રતિક્રિયા ન આપતો હતો. એ ઘરે આવ્યા પછી આઠ દિવસમાં મરી ગયો.

અમારા સગાઓ જે અંતવિધીક્રિયામાં આવ્યા હતા તેમણે જોર નાખીને કહ્યુ કે અમે બધાય એચ.આય.વી માટે ચકાસણી કરાવવી જોઇએ. બધા છોકરાઓનો હેવાલ નકારાત્મક આવ્યો, પણ મારો એચ.આય.વી માટે પૉઝીટીવ આવ્યો. હું એક્દમ ભાવોન્માદવાળી થઈ ગઈ કે મારા બધા છોકરાઓનો હેવાલ નકારાત્મક હતો. મેં તેમના માટે જીવવાનુ નક્કી કર્યુ અને મારૂ જીવન તેમના કલ્યાણ માટે અર્પણ કર્યુ.

હું પાંચ શિક્ષકો માટે જેઓ સ્થાનિક જગ્યામાં રહીને ત્યાં કામ કરે છે તેમના માટે મેં એક નાનકડી નાસ્તાની દુકાન ચલાવીને મહીને રૂ.૩૬૦૦/- કમાતી હતી. મે રૂ.૮૭,૦૦૦/- જે ઉધાર લીધા હતા તેમાંથી રૂ.૫૦,૦૦૦/- પાછા આપી શકી. મારા પતિના મર્યા પછી બાકીની ઉધાર લીધેલ રકમ વ્યાજની સાથે દુગુણી રૂ.૧,૦૦,૦૦૦/- થઈ ગઈ. અમારી જમીન જે એક માણસ ખેતતો હતો અને ત્યાની સ્થાનિક પ્રસ્થાપિત રીત પ્રમાણે તેની કમાણીનો ભાગ મને આપતો હતો.સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ