એચ.આય.વી તરફ એક સકારાત્મક પગલુ

Print
નવા ઠાકુરીયા તરફથી
Jahnabi Goswami Jahnabi Goswami
જાહનબી ગૌસ્વામી એક ઉત્તરપુર્વ જગ્યાની પહેલી સ્ત્રી છે જેણે પોતાને એચ.આય.વી છે એમ જાહેર કર્યુ. ૧૦ વર્ષોથી તેણી એચ.આય.વી ભેદભાવની સાથે રહી. ૨૦૦૨માં તેણીએ આસામ નેટ્વર્ક પૉઝીટીવ લોકો માટે જે આ રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ સાથે જીવી રહ્યા છે તેમના માટે ચાલુ કર્યુ.

જાહનબી ગૌસ્વામી ૨૯ વર્ષની ઉત્તર પુર્વની પહેલી સ્ત્રી છે જેણે પોતાને એચ.આય.વી છે એમ જાહેર કર્યુ. ૧૯૯૬માં તેને જ્યારે ખબર પડી કે તેનો પતિ જે એડ્સને લીધે મરી ગયો હતો તેણે આ રોગનુ પ્રસરણ તેના ઉપર કર્યુ ત્યારે તે સંપુર્ણ પણે ભાંગી પડી. તે છતા બીજા લોકોની જેમ નહી જેઓ અંધકારમાં ચાલ્યા ગયા હતા, તેમનુ એચ.આય.વી હોવાનુ જાણ્યા પછી તેણીએ એચ.આય.વી/એડ્સથી પીડાતા લોકો માટે જાગરૂકતા નિર્માણ કરી અને તેમને મદદ કરી.

નાગાંવ, આસામમાં તેનો જન્મ થયો અને ૧૯૯૪માં ૧૭ વર્ષની ઉમરે એક જુવાન ધંધાકીય પુરૂષ સાથે લગ્ન કર્યા. બે વર્ષ પછી તેનો પતિ એક રહસ્યમય રોગને લીધે મરી ગયો. ધીમે બોલતી ગૌસ્વામી કહે છે કે મારા માતાપિતાએ કોઈને પણ પુછ્યા વીના ગૌહાટીના એક ધંધા કરનાર પુરૂષ સાથે મારા લગ્ન નક્કી કરી દીધા. તેના પતિને લગ્ન પહેલા એડ્સ હતો જે વાત તેના સાસુસસરાએ તેમનાથી છુપાવી હતી.

આજે ગૌસ્વામી ભાર મુકીને કહે છે કે "લગ્ન પહેલા લોહીની ચકાસણી કરવી બહુ જ મહત્વની છે અને તે વરવધુની કુંડલી (Horoscope) મેળવવા કરતા વધારે મહત્વની છે."

તેણીના પતિના મર્યા પછી સાસુસસરાએ તેણીને ઘરમાંથી કાઢી મુકી અને તેને તેના માતાપિતા જે નાગાંવમાં રહે છે, ત્યાં જબરદસ્તીથી મોકલી. સાસુસસરાએ તેણીની દીકરીને પણ સાથે નહી મોકલી - કસ્ટોરીકા અને તેની અંગત માલમત્તા પણ. તેણી જ્યારે નાગાંવમાં રહેતી હતી ત્યારે તેણીને ખબર પડી કે તેનો પતિ જે રહસ્યમય રોગથી મરી ગયો હતો તે એડ્સ હતો, અને જ્યારે તેણીને ખબર પડી કે તેણીને પોતાને પણ તેનો ચેપ લાગ્યો છે ત્યારે તે ભાંગી પડી. " હું એચ.આય.વી/એડ્સ વિશે બિલ્કુલ અજ~ઝાન હતી અને મને બીક લાગી કે થોડા સમયમાં હું પણ મરી જઈશ."

તે દરમ્યાન પોલિસ અને ન્યાયાલયની દખલગીરીને લીધે તેણીને તેની દીકરી કસ્ટોરીકા અને બધી અંગત માલમત્તા મળી ગઈ, પણ ૧૯૯૮માં કસ્ટોરીકા જેને આ રોગ લાગ્યો હતો તે મરી ગઈ.

તેણીની દીકરી મર્યા પછી ગૌસ્વામીએ એચ.આય.વી/એડ્સની જાગરૂકતા લાવવા માટે તેણીએ પોતાનુ જીવન લક્ષ નક્કી કર્યુ. તેણીએ સરકાર ચલાવતી એક સંસ્થા Assam State AIDS Control Society (ASACS)માં જોડાણી. આનો અર્થ એ થયો કે તેણીએ નાગાંવ મુકીને ગૌહાટીમાં સ્થાઇત થવુ પડશે, પણ ગૌહાટીમાં ઘર માલિકે (તેણીનુ ભાડે લીધેલુ મકાન) તે જગ્યા છોડવાનુ કહ્યુ જ્યારે તેમને ખબર પડી કે તે એચ.આય.વી પૉઝીટીવ છે. "એક ઘર માલિકે તો તેને એક દિવસ પણ રહેવાની ના પાડી". ગૌસ્વામી હકીકત કહે છે, તેણીને ઘણી વાર જબરદસ્તીથી ઘર બદલવાની જરૂર પડી.

તે છતા થોડા સમયપછી તેને ASACSએ the Health and Family Welfare Training Centreમાં રહેવા એક ઓરડો આપ્યો. ૨૦૦૩માં માધ્યમના અહેવાલો, શહેરમાં રહેવા માટે ગૌસ્વામીને થયેલા પીડાથી ભરેલા અનુભવો વિશે વાચીને આસામના મુખ્ય મંત્રી તરૂણ ગોગાઈએ તેણીને એક સરકારી જગ્યા રહેવા આપી.

ગૌસ્વામી કહે છે કે એચ.આય.વી/એડ્સ થયેલી સ્ત્રીઓની સાથે આસામમાં લોકો ગેરવ્યાજબી રીતે વર્તે છે. ઘણી બધી ચેપ લાગેલ સ્ત્રીઓ જુવાન છે. પરણેલી સ્ત્રીઓને તેના સસરા તરફથી આધાર નથી મળતો અને તેના માતાપિતા પણ તેણીને કાઢી મુકે છે. સમાજમાં તેઓએ ઘણો ભેદભાવ સહન કરવો પડે છે. ગૌસ્વામી કહે છે કે ઘણા લોકો એમ માને છે કે તે સ્ત્રી એચ.આય.વી પૉઝીટીવ છે તેમનુ ચારિત્ર હલકુ છે.

ઉત્તરપુર્વમાં એચ.આય.વી પૉઝીટીવ લગભગ ૧,૦૦,૦૦૦ દરદીઓ છે. આકડાંશાસ્ત્રના અભ્યાસ પ્રમાણે ૧૫૫ એડ્સના અને ૪૦૪ એચ.આય.વી પૉઝીટીવ દર્દીઓ આસામમાં ત્યાર પછી દેખાયા છે. ૧૫૫ દર્દીઓમાંથી ૧૦ દર્દીઓ ક્યારના મરી ગયા છે.

૨૦૦૨માં ગૌસ્વામીએ પોતાની સંસ્થા ચાલુ કરી, the Assam Network of Positive People (ANPP), તેનુ લક્ષ રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુ સાથે જીવનારા દર્દીઓને તેની સામે લડવાની તાકાત માટે તૈયાર કરવા અને સમાજમાં તેવુ વાતાવરણ બનાવવુ. ગૌસ્વામી કહે છે કે અમે ANPP મણિપુર નેટ્વર્ક પૉઝીટીવ લોકોનુ તૈયાર કર્યુ. અમારૂ મુખ્ય ધ્યેય તેમને આસામમાં રહેતા એચ.આય.વી/એડ્સની સામે લડત આપવા.

આ નેટ્વર્કમાં આજે રાજ્યના જુદાજુદા ભાગોમાં ૫૦ સભ્યો છે. તેમાંથી ઘણા સભ્યો ઘરગુથ કામ કરવાવાળી સ્ત્રીઓ, વિધવા છે જે ભણેલી નથી. આસામમાં તેઓ પોતાપણાનુ ભાન કરાવે છે અને એચ.આય.વી/એડ્સ સાથે રહેતા લોકોની કાળજી રાખે છે અને આધાર આપે છે. તેઓએ drop in centre ચાલુ કર્યુ છે જ્યાં તેઓ મફત પરામર્શ કરે છે અને દર્દીઓને ઔષધીય સહાય આપે છે. તેઓ વૈદ્યકીય સલાહ અને ઔષધીય તપાસ મફત કરે છે.

ગૌસ્વામી આજે દેશના જુદાજુદા ભાગોમાં મુલાકાત આપે છે. લોકો સાથે વાતો કરે છે, ચર્ચામંડળમાં હાજરી આપે છે અને એચ.આય.વી/એડ્સથી પીડાતા લોકોના નિર્દેશનમાં ભાગ લઈને તેમને સારી જીંદગી જીવવા માટે માગણી કરે છે. તે પોતાનુ ઉદાહરણ દઈને લોકોને પ્રોત્સાહીત કરે છે.

હું મારા છેલ્લા શ્વાશ સુધી જાગરૂકતાની જુંબેશ ચલાવીશ. હું જેવી રીતે છેલ્લા દસ વર્ષોથી આ રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુના રોગથી પીડાઉ છુ તેથી બીજા દર્દીઓની જેમ મને ખબર છે કે આ નિર્દય સમાજ અમારા માટે કેવો છે. પણ મેં મારૂ એચ.આય.વી પૉઝીટીવ હોવાનુ એના માટે જાહેર કર્યુ કે હુ એવા લોકોને સામે આવીને આ જોખમની સામે લડત આપુ અને સાર્વજનિક લોકોને આ વિશે સાવધાન કરૂ. તેમ છતા મારે મારી જીંદગી ભવ્યતાથી જીવવી છે અને બીજાઓએ પણ જેઓ તેના બલી બની ગયા છે.

Women’s Feature Service, March 2005
Source: infochangeindia.org