એચ.આય.વી. નો ડર

Print
મેક્સ માર્ટીન દ્વારા
અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) તેઓને શાળામાં બહિષ્કાર કરવામાં આવ્યો. કારણ તેઓ એચ.આય.વી સંક્રમિત છે. તેઓ કોડીનુર જે કેરાલાનું ગામ છે, ત્યાંના રહેવાશી છે. કાંઇક દબાણ બાદ, હવે અભ્યાસ કરવા માટે એક અલગ ઓરડી તથા શિક્ષકની નિમણુંક કરવામાં આવી છે.

દુ:ખ એ વાતનુ છે કે કેરાલાનું કુન્નુર જીલ્લાનું કોડીનુર ગામ ખેતી માટે પ્રખ્યાત છે અને તેની ૯૦% વસ્તી શિક્ષિત છે, જ્યા ૧૫ દિવસ પહેલા અ અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) ને શાળામાં ન લેવા માટે પાલકોએ મોર્ચો કાઢયો.

જ્યારે અમે મુખ્યમંત્રીના આદેશાનુસાર બાળકોને શાળામાં દાખલ કરવા ગયા ત્યારે અમ્ને માતાપિતાના એક ટોળા દ્વારા રોકવામાં આવ્યા, તે બાળકોની માતા રીમા જે દુબળી અને પાતળી ૩૧ વર્ષીય છે તેણીએ આપવીતી સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી.

હવે, સરકાર અને ગામના લોકો વચ્ચે વાતચીતના દોર તેમજ એક નાનો સમુહ જે અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) ને સમર્થન કરે છે. તેમના અને સરકારી દબાણથી એક નવા શિક્ષક અને નવા ઓરડામાં બુધવાર (૨૮ જુલાઇ) થી બાળકોનું શિક્ષણ શરૂ થશે.

તેઓને આ વિશેષ દરજો આપ્યો કારણ કે તેઓ એચ.આય.વી સંક્રમિત છે અને અડધુ ગામ તેઓથી ડરે છે. એક પાલક જયરામન. પી.કે નું કહેવું છે કે અમારા બાળકો તેઓની સાથે મિઠાઈ વહેંચે અથવા એકબીજાને સ્પર્શે તો શું? અમોને તેઓના પ્રવેશનો વિરોધ છે.

થિરૂવતંથપુરમ કેરાલામાં એક છોકરી જે ઈન્જીન્યરીગ કૉલેજની ફી ન ભરી શકવાથી, તેણીએ આત્મહત્યા કરી. તેના વિરોધમાં કેરાલામાં કૉલેજ તથા શાળાઓ બંદ હોવાથી અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) નો શાળા પ્રવેશ બે દિવસ લંબાયો.

નવા શિક્ષણિક વર્ષના બે મહીનામાં આ ગામીવાસિઓની સામાન્ય જ્ઞાન અને સાહસ વિશે પરિક્ષા લેવાશે. ચલો જોઇએ કે ક્યાં સાહસિક માતાપિતા તેઓના બાળકોને અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) ની બાજુમાં બેસવા દેશે. એમ સ્કુલ પ્રબંધક પી.સી રામકૃષણનનું કહેવુ છે. ભયાનક બિમારીનો દર લાગે છે. આ સ્વાસ્થય વિભાગ દ્વારા પહેલા કરવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમનું પરિણામ છે.

રામકૃષ્ણનનું કહેવુ છે કે મક્કમ માતાપિતાના જબરજસ્તી ભર્યા વલણને લઈ વ્યવસ્થાપકો અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) ના શાળા પ્રવેશ સરકારે વારંવાર આદેશ આપ્યા છતા નકારતા હતા. સ્વાસ્થય અધિકારી જ્યારે શાળામાં આવ્યા ત્યારે પાલકોના પ્રશ્નોનો સ્પષ્ટ ઉત્તર ન આપતા અને તેઓ ડગુમગુ લાગતા અમારામાં ડર હજુ વધ્યો.

ગ્રામીણોનું કહેવુ છે કે ગામમાં એડ્સ સંબંધી બે મૃત્યુ થયા છે, ત્યાં પણ જનજાગૃતિ કાર્યક્રમ ઘણા થયા પણ તે માત્ર ગભરાવનાર અને ડરામણા હતા. તેઓનું કહેવું હતુ કે એચ.આય.વી લાળ, પરસેવો અને રેઝરનો એકત્રિત વપરાશના માધ્યમથી ફેલાય શકે છે એમ જયરાજને બતાવ્યુ. હવે તેવો અલગ વાત કરે છે, તમોએ જે અગાઉ શિખવ્યુ છે તે કેવી રીતે ભુંસી કાઢશો.

એચ.આય.વી ચેપ લૈંગિક સંબંધ ઇન્જેક્શન અથવા સોયનો એકત્રિત ઉપયોગ અને રકત transfusion દ્વારા ફેલાય છે, નહી કે આકસ્મિક સંપર્કથી. ત્યાં રહેનાર લોકોએ આ વાત પત્રકાર સાથે કરી, તેઓની આ વાતમાં કાળજીની સ્પષ્ટતા હતી, પણ કોઇએ લૈંગિકતા ઉપર શબ્દ ઉચાર્યો નહી.

જ્યારથી તેમના પિતા સાજીકુમારનું એડ્સથી જુન ૨૦૦૩માં મૃત્યુ થયુ ત્યારથી અકશરા (૮) અને અનંથક્રિશનન (૬) સાથે ભગવાનના ગૌણ બાળકો તરીકે વ્યવહાર કરવામાં આવ્યો. દુ:ખ એ વાતનું છે કે શાળાનું ટ્રસ્ટ શ્રી નારાયણ ગુરૂના નામે છે, જે એક હિંદુ સુધારવાદી, એક જાતી અને એક ધર્મ અને એક ભગવાન વિશે શીખવતા.

બાળકોની આંગનવાડી (સરકારી બાળવાડી) જ્યા અનંથક્રિશનન (૬) ગયા વર્ષે અભ્યાસ કરતો હતો તેનું રેગિસ્તાનમાં પરિવર્તન થયુ હતુ, જ્યા સુધી એણે એક અલગ ઓરડામાં અભ્યાસ શરૂ કર્યો.

સાર્વજનિક સ્થાનોમાં એચ.આય.વી સાથે જીવનાર લોકોને અલગ કરવાની ક્રિયાને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સ્વીકારેલા નિયમોનું ઉલ્લંઘન છે.

અકશરાને પ્રાથમિક શાળામાંથી કાઢી મુકવામાં આવી અને તે ૧૫ દિવસ શાળામાં ગેરહાજર હતી, તેના પિતાના મૃત્યુ બાદ એવું લાગે છે કે કોઇ તેણીને ચાહતુ નથી અને નજીક આવવા દેતા નથી. રીમા એ જણાવેયુ કે જ્યારે મે ૨૦૦૪માં પ્રવેશ માટે ગઈ હતી ત્યારે સ્કુલના અધિકારિઓએ સારી રીતે જણાવ્યુ કે આનો વિરોધ બીજા પાલકો દ્વારા થશે.

સ્કુલના પુર્વ આચાર્યએ કહયુ કે બીજા માતાપિતાના ખતરાથી થોડા શિક્ષકોના રોજગારનું રોજગારનું નુકસાન થયુ હોય જો છાત્રોની સંખ્યા નીચે જાય છે તો સરકાર એક અથવા બે વર્ગ ઓછા કરશે એમ તેઓ કહે છે. રામકૃષ્ણનનું કહેવુ છે કે પાલક અને છાત્રો સિવાય શાળા નહી રહે. અમે તેને બંધ કરવાનું જોખમ નહી ઉઠાવી શકીયે. રાજ્યના આ પહાડી ક્ષેત્રમાં છાત્રો ભારે મુશ્કેલીનો પ્રવાસ ૫ કિલોમીટર ચાલીને શાળામાં ભાગ લેવા જાય છે.

રિમા અને તેના બાળકો ભાગ્યશાળી છે કે તેઓને સારા પડોશીઓ મળ્યા, પણ કોઇ તેમનો વિરોધ કરશે તો અમે તેમનો સામનો કરશું એમ થાંકયાન એ કે નું કહેવું છે. તેમના બાળકો પણ એક જ શાળામાં ભણે છે.

રમા માટે આ સમય સંઘર્ષ પછીના વિરામનો છે. માટે આ શાળાએ બનાવેલ પ્રસ્તાવનો સ્વીકાર કરવો જોઇએ, (એક અલગ વર્ગ.) આ પરિસ્થિતીમા મારે વિરોધ કરવો નથી, આગળ ઉપર અધિક માગણીનો ધક્કો મારશું

ઉગમ: infochangeindia.org