એચ.આય.વી સાથે બાળકોની કાળજી લેવી પડકાર રૂપ છે

Print
વિદ્યા કુલકર્ણી દ્વારા સૌજન્ય
Happier moments, Savita with her elder daughter Happier moments, Savita with her elder daughter
સવિતા (બદલાવેલ નામ) ૨૯ વર્ષની એક સ્ત્રી જે મહારાષ્ટ્ર સાંગલીની છે. તેની બે દિકરીઓ તેની દુનિયા છે. તેઓએ મને જીવવાનું કારણ અને મારી જીંદગીમાં નવો રસ તથા હિમ્મત આપી. માનું માનવું છે કે પોતાની પૉઝીટીવ પરિસ્થિતી હોવા છતા પોતે માનસિક આઘાતમાંથી બહાર નિકળી.

સવિતાએ જ્યારે બીજીવાર ગર્ભધારણ કર્યુ ત્યારે તેણીને જાણ થઈ કે તેને એચ.આય.વી વિષાણુનો ચેપ લાગ્યો છે. તેણીએ ત્યા સુધી આ ચેપ વિશે સાંભળ્યું ન હતું અને ત્યારે તેણીએ વિચાર કર્યો કે તેને અને બાળકોને કાંઈક ગંભીર સમસ્યા થશે. સવિતાના આશ્ચર્ય વચ્ચે નિરોગી ચેપ વગરના બાળક્ને જન્મ આપ્યો કારણ તેણીએ સાંગલી સિવિલ હૉસ્પિટલમાંથી પેરેન્ટ ટુ ચાઈલ્ડ (PPTCT) નો ઉપચાર લિધો હતો.

એક સાંગલી સ્થિત સ્વંયમ સેવી સંગઠનાની મદદથી યેરલા પ્રોજેક્ટ સોસાયટી, સવિતા તેના ૩ વર્ષ મોટી દીકરીનો ઉપચાર તુરંત શુરૂ કરી શકે છે જે ચાચણી દ્વારા પૉઝીટીવ જોવામાં આવી છે. પરામર્શ તેણીને તેના તથા છોકરીઓના જીવનની કાળજી અને દેખભાળ લેવા માટે સજ્જ કરે છે અને પોતાના જીવનપર કાબુ મેળવવા મદદ કરે છે.

સવિતાની દિકરી જેવા ઘણા બાળકોને જેમને એચ.આય.વીનો ચેપ ન લાગે તેની સમયસર કાળજી રાખવાની ખાત્રી આપી શકે છે કારણકે ઘણા બધા સાંગલીમાં રહેતા હિતચિંતક લોકોએ નક્કી કર્યુ હતુ કે તેમના જીલ્લામાં બાળકોને કાળજી રાખીને એચ.આય.વીના ચેપથી બચવા શુન્ય ટકા સુધી પહોચાડવુ એક પ્રોગ્રામ જેને DISHA (District Integrated Strategic HIV/AIDS Action) ના નામથી જે ઓળખાય છે તેમને ચાલુ કર્યુ. આ કાર્યક્રમ સાંગલી જીલ્લા પરિષદ અને YSP (જે એક નોડલ એજન્સી છે) ની ભાગીદારીમાં UNICEF દ્વારા શરૂ કરવામાં આવ્યો.

દિશાએ ૧૦ મુદાનો એચ.આય.વી/એડ્સ પર વ્યાપક કાર્યક્રમ તૈયાર કરેલ છે જે કાળજી, આધાર અને જાગૃતિ ઉપર આધારીત છે. અહિં બાળકો ઉપર અને તેમની ખાસ પ્રવૃત્તી, રોકથામ અને જરૂરીયાતોનુ કાળજીપુર્વક ધ્યાન અપાય છે. જેની શરૂઆત ૧૪ નવેંબર ૨૦૦૬ થી થઈ જે શ્રી. એસ.વાય. સપ્તસાગર, YSP ના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો ખાસ મુદ્દો એ છે કે જે સર્વ હિતચિંતક સંઘોની સાથે મળી આ બાબતને કાળજીપુર્વક પોતાના અનુભવ અને નિષ્ણાતની જરૂર મુજબ મદદ લઈ એને અસરકારક રીતે પુર્ણ કરે છે.

એચ.આય.વી સંક્રમિત અને પ્રભાવિત બાળકો માટે દિશામાં એક વિશેષ શિબિરનું આયોજન મઈ ૨૦૦૭ માં કરવામાં આવ્યુ હતુ. જીલ્લાની સિવિલ હૉસ્પિટલમાંથી ૩૫૦ બાળકો આયોજકોએ ચકાસણી અને પરામર્શ માટે ઓળખી કાઢયા જે બાળકો સૌથી જોખમી વર્ગથી જોડાયેલ છે. એનો અર્થ એ કે તેવો પૉઝીટીવ છે અને તેઓને ઉપચારની જરૂર છે, બાળકો, માતા પિતા અથવા બંને પૉઝીટીવ હોય, અને બાળકો જોખમી અવસ્થામાં હોય, તેઓની વૃત્તી લૈંગિક દુરૂપયોગ કરવાની હોય.

શિબિર દ્વારા પ્રત્યેક બાળકને ઉપચારમાં અને પરામર્શમાં ચોક્કસ શું જરૂરત છે તે ઓળખી શક્યા. એક નિયમિત રીતે ઉપચારમાં અને પરામર્શમાં સાતત્ય રાખવી બાળકોની એક તાજી સુચી પહેલાથી જ બીજી શિબિર માટે તૈયાર કરવામાં આવી છે.

Counseling sessions ensure self-help Counseling sessions ensure self–help
એ શિવાય ક્યારેક શિબિર સિવિલ હૉસ્પિટલમાં સ્થાપના કરેલ બાળ ચિકિત્સા એચ.આય.વી સારવાર કેન્દ્રમાં પણ ભરવામાં આવે છે. એ સર્વે કામોના દિવસોમાં ખુલ્લુ રહે છે. સેવા આપનાર ટિમમાં ડૉક્ટરો અને ટેકનિશ્યનો સિવાય સલાહ આપનાર તથા આહારશાસ્ત્રી પણ શામિલ છે. સેવા નિયમિત જૉચ, સ્વચ્છતામાં તથા પૌષ્ટિક આહાર માટે તથા અપુરતા વિટામિન દવા માટે પરામર્શ કરવામાં આવે છે. હાલમાં ૨૩૨ બાળકો ART ઉપચારનો લાભ લઈ રહયા છે.

તે સિવાય, સિવિલ હૉસ્પિટલે પણ અપાતી સેવા વ્યાપકતાથી વધારી છે. ૧૯૧ ICTC કેંદ્રોની જીલ્લાભરમાં સ્થાપના કરવામાં આવી છે. જલ્દી શોધી કાઢવાની જાગૃકતા નિર્માણ થાય માટે આદેશ અનુસાર સુવિધા આપવામાં આવી છે. ૩ ચાચણી કેંદ્ર પ્રાયોગિક સ્તરપર પ્રાયમરી સ્વાસ્થય કેંદ્ર (PHC) માં સ્થાપવામાં આવ્યા.

બંને સ્વાસ્થય સેવા આપનાર અને સ્વૈચ્છિક સંગઠનાએ સહમતિ આપી કે દવા અને ચિકિત્સા દેખભાળની સ્થાપના માત્ર એચ.આય.વી બાળ ચિકિત્સા માટે કરવામાં આવી છે. શિબિરના આયોજકોએ કહયુ "ઘણીવાર બાળકો શારિરીક રૂપમાં કમજોર હોવાથી અને તેમની પાચન શક્તિ નબળી હોવાથી સારવારનો લાભ લઈ શકતા નથી. ગરીબ બાળકો માટે અનિયમિત મુલાકાત એ ઉપચારમાં સાતવ્યતા બનાવી રાખવા મુશ્કેલ બને છે. કાળજી લેવા માટે પૌષ્ટિક આહારનો આધાર ઉપલબ્ધ છે. યાત્રા ખર્ચ અને તેના સંબંધમાં અન્ય જરૂરતોના અભાવે ઘણા ઓછા બાળકો લાભ લઈ રહયા છે.

YSP કાર્યકર્તાઓ મુજબ, બાળ ચિકિત્સા દેખભાળ સુનિશ્ચિત કરવું તેનો સૌથી કઠિણ હિસ્સો એટલે માતાપિતાને બાળકોની ચાચણી માટે તૈયાર કરવા. વાસ્તવમાં, એકવાર માતાપિતા અથવા બંનેની એચ.આય.વીની સ્થિતી જાણ્યાબાદ બાળકોની તાત્કાલિક ચાચણી કરાવવી જરૂરી છે. તો પણ, તેમાં સમય લાગે છે, મોટે ભાગે પાલકને અચાનક તેમના ચેપની જાણ થતા આઘાતમાં ચાલ્યા જાય છે. એક સ્તર પર માતાપિતા પોતાના બાળકને સંક્રમિત કરવા માટે જવાબદાર ગણે છે. આવા આઘાતની સ્થિતીમાં તેઓ એવું વિચારે છે કે જાણવા કરતા અજાણ રહેવુ વધુ સારૂ. માટે બાળકોના પરિક્ષણ માટે ઇચ્છુક હોતા નથી. અમારૂ પહેલુ કામ એ કે તેઓને તે (ચાચણી) કરવા મનાવવા માતાપિતા જો ભાવતિક જોયતા (vulnerability) બાળકોના સારા કાર્યમાં વચ્ચે લાવવા નહી જોઇએ.

સાંગલીમાં બે સેવાભાવી સંસ્થાઓએ એચ.આય.વી સંક્રમિત અને પ્રભાવિત બાળકો માટે છાત્રાલયની શરૂઆત કરી છે, જેમાં હાલમાં ૮૫ બાળકો રહે છે. YSP મુજબ આ રહેવાશી સેવાઓની ક્ષમતા માંગણી કરતા ઘણી ઓછી છે. ઘણા બાળકો પહેલેથીજ તેમની પ્રતિક્ષા સુચી પર છે.

બાળકોની જરૂરીયાત મુજબ આધાર, કાળજી અને રોકથામ વગેરે બહુજ ગંભીર રીતે લેવી જરૂરી છે. તેમ છતા તેઓની અવગણના કરવામાં આવે છે. અહિ સાંગલી જીલ્લાનો આભાર માનવો જરૂરી છે, કારણ તેઓએ બાળકોની જરૂરીયાત મુજબ એચ.આય.વીની કાળજી લેવા માટે વ્યાપક અને વ્યવસ્થિત રીતે કાર્યક્રમ શરૂ કરેલ છે.

Source: www.unicef.org