Friday, Jul 20th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ અધ્યતન સમાચાર પૂના મોકલાયેલાં ૫૮ સેમ્પલ નેગેટિવ આવતાં તંત્રને રાહત

પૂના મોકલાયેલાં ૫૮ સેમ્પલ નેગેટિવ આવતાં તંત્રને રાહત

સાણંદના ગામોમાં ૯૮ તાવના પેશન્ટને વાઇરસનાં લક્ષણો નહીં
અમદાવાદ,ગુરુવાર

અમદાવાદમાં ત્રણ લોકોને ભરખી જનારા ક્રિમીયન કોન્ગો હેમેરેજીક ફીવર (સીસીએચએફ) વાઇરસ સંદર્ભે ગુજરાત સરકારે પૂનાની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાઇરોલોજીમાં મોકલેલા પ્રથમ બેચના ૫૮ સેમ્પલ નેગેટિવ આવતાં તંત્રએ રાહતની લાગણી અનુભવી છે. હવે બીજી બેચમાં મોકલાયેલા ૧૦૦ જેટલા સેમ્પલના રીપોર્ટની રાહ જોવાઇ રહી છે. આમ પણ આ વાઇરસ સ્વાઇન ફ્લૂ કે બર્ડ ફ્લૂની જેમ હવાથી ન ફેલાતો હોવાથી લોકોએ ચિંતા કરવાની કોઇ જરુર નથી. દરમ્યાન આજે નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ કોમ્યુનિકેબલ ડીસીઝ (એનઆઇસીડી)ની ટીમે સાણંદના કોલટ ગામમાં મૃતક અમીનાબેનના પરિવારની મુલાકાત લઇને તેમના વિશે પૂછપરછ કરી હતી. જોકે આ વાઇરસ ક્યાંથી આવ્યો તે બાબતે ટીમ હજુ કોઇ પણ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.
CCHFવાઇરસથી લોકોએ ગભરાવવાની જરુર નથી ઃ NICDની ટીમે કોલટમાં મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી ઃ પગલાની પ્રશંસા કરી
આરોગ્ય ખાતાના એડિ. ડાયરેક્ટર ડો.પરેશ દવેએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પૂનાની વાઇરોલોજી ઇન્સ્ટિટયુટમાં મોકલેલા સેમ્પલોમાંથી ૫૮ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેથી લોકોએ કોઇ ચિંતા કરવાની જરુર નથી. આ સેમ્પલમાંથી ૩૩ સેમ્પલ શેલ્બી હોસ્પિટલના કર્મચારીઓના, ૧૦ કોલટ ગામમાં અમીનાબેનના સંપર્કમાં આવેલા લોકોના, ૧ બીજે મેડિકલમાં દાખલ દર્દીનું અને બાકીના શ્રેય હોસ્પિટલના કર્મચારીઓના સ્ટાફના હતાં.

દરમ્યાન આજે એનઆઇસીડીની ટીમે કોલટ અને આસપાસના ગામોની મુલાકાત કરી હતી. ડો.અનિલ કુમાર અને ડો.વીણા મિત્તલના વડપણ હેઠળની આ ટીમે મૃતક દર્દી અમીનાબેનના ઘરની મુલાકાત લીધી હતી. જ્યાં પરિવારજનોને અમીનાબેનની હોસ્પિટલમાં દાખલ કર્યા પહેલાની સ્થિતિ વિશે પૂછપરછ કરવામાં આવી હતી. એનઆઇસીડીની ટીમે કોલટમાં ફીલ્ડ ઇન્વેસ્ટિગેશન કરતાં પશુ અને માણસો કેવી રીતે રહે છે, બંને વચ્ચે કેટલું અંતર છે, તાવના દર્દીઓની સ્થિતિ વગેરેનું નિરિક્ષણ કર્યું હતું. આ તમામ પરિસ્થિતિને તપાસીને તેઓ ફાઇનલ રીપોર્ટ આપશે કે આ વાઇરસનું મૂળ ક્યાં છે. તે કોલટ જ છે કે પછી બહારથી કોઇ તેને ગુજરાતમાં લાવ્યું છે. દરમિયાન કોલટ અને અન્ય ગામોના તાવના ૯૮ પેશન્ટમાંથી કોઇ પણની તબિયત અસામાન્ય નથી જણાઇ.

કોલટના સરપંચ મનુભા દ.ભારતથી દોડી આવ્યા
અમદાવાદ,ગુરુવાર
સાણંદના કોલટના અમીનાબેનનું મૃત્યુ થયા છતાં ગામના લોકોમાં તેનો ડર નહતો. જોકે કોલટના આસપાસના ગામના લોકોએ કોલટના રહીશોનો બહિષ્કાર શરુ કર્યો હતો. હાલમાં કોલટના સરપંચ મનુભા દ.ભારતના રામેશ્વર યાત્રાએ ગયા હતા. જ્યાં તેમને ગામમાં વાઇરસને કારણે તકલીફ પડી રહી છે તેવી જાણ કરાતાં તેમણે તાત્કાલિક પ્રવાસ ટૂંકાવીને કોલટ તરફ દોટ મૂકી હતી. ૨૫ જાન્યુઆરીએ પરત ફરવાની જગ્યાએ તેઓ ૨૦ જાન્યુઆરીએ જ કોલટ આવી પહોંચ્યા હતાં.

વાઇરસથી ગભરાયેલા બે દર્દીઓ સિવિલમાં દાખલ
અમદાવાદ,ગુરુવાર
ક્રિમીયન કોંગો વાઇરસ ભાગ્યે જ ફેલાતો હોવા છતાં કેટલાક લોકોમાં તેનો હાઉ ઉભો થયો છે. આ પ્રકારના હાઉના ભાગરુપે આજે બે દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ દર્દીઓમાંથી એક સાણંદનો અને એક અમદાવાદનો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ લખાય છે ત્યાં સુધી તેમના નામ જાણી શકાયા નહતા.

આરોગ્ય તંત્ર દ્વારા સવાર ને સાંજ તાવ મપાય છે
હોમ ટુ હોમ સર્વેમાં ઝીણામાં ઝીણી વિગતોની તપાસ ઃ ઢોર પર છંટાતી દવા બદલાઇ

અમદાવાદ,ગુરુવાર
અમદાવાદના જિલ્લા આરોગ્ય તંત્રની ૧૫ પશુચિકિત્સક ટીમો અને ૩૦ આરોગ્ય ટીમો છેલ્લા ત્રણ દિવસથી કોલટ અને અન્ય ગામોમાં દિવસ-રાત એક કરી રહી છે. હોમ ટુ હોમ સર્વે અને સતત તાવ માપીને તેઓ તમામ તકેદારીઓ રાખી રહ્યા છે. દરમ્યાન આજે એનઆઇસીડીની ટીમે પણ જિલ્લા આરોગ્ય ટીમના પગલાંની પ્રસંશા કરી હતી.

આ વિશે આરોગ્ય અધિકારી ડો.નીલમ પટેલે જણાવ્યું હતું કે, અમે જૂના અને નવા તમામ તાવના આશરે ૯૮ દર્દીઓના શરીરના તાપમાનનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. સવાર-સાંજ બે વખત તાવ મપાય છે. જોકે તમામની તબિયત સારી છે. અમે કોઇ પણ ચાન્સ લેવા માગતા નથી. જેથી આગામી દિવસોમાં પણ તમામ તાવના દર્દીઓનું ફોલોઅપ ચાલુ રહેશે. આરોગ્ય તંત્રએ આજે કોલટ અને અન્ય ગામોમાં હોમ ટુ હોમ સર્વે કર્યો હતો. જેમાં તાવ, સાંધાનો દુખાવો, ખેંચ, ઝાડાઉલટી, પાણી માટે વપરાતું પાત્ર, ક્લોરિનેશન દવા નાખવાની રીત, ઘરમાં ઊંઘવાની વ્યવસ્થા, બાથરુમ ક્યાં છે, મકાન કાચું છે કે પાકું, કેટલા ઢોર છે, ઘરમાં નજીકમાં જ કોઇનું મૃત્યુ થયું છે કે નહીં વગેરે વિગતો એકઠી કરાઇ હતી. આ વિગતોનું અવલોકન કરીને શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તો તેનું સેમ્પલ લેવામાં આવશે. દરમ્યાન આજે આરોગ્ય ખાતાએ ઢોર પર છાંટવાની દવા ડેલ્ટામેટ્રીનને બદલીને ફ્લુમેટ્રીન કરવામાં આવી હતી. નવી દવાની અસર ૩ મહિના સુધી રહેતી હોવાથી વાઇરસ સામે રક્ષણ મળે તેમ છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Gujaratsamachar

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ