Saturday, Dec 10th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ અધ્યતન સમાચાર AIDS જનજાગૃતિ માટે અનોખા આરોગ્ય રથનું ભાવેણામાં આગમન

AIDS જનજાગૃતિ માટે અનોખા આરોગ્ય રથનું ભાવેણામાં આગમન

AIDS જનજાગૃતિ માટે અનોખા આરોગ્ય રથનું ભાવેણામાં આગમન
ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં એચઆઈવી એઈડ્સ પ્રત્યે પ્રજાજનોમાં જાગૃતિ કેળવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ‘પોકાર’ અભિયાન શરૂ કર્યું છે જેમાં એક વિશિષ્ટ આરોગ્ય- રથ ગામે ગામ ફરી રહ્યો છે. ૭૦ દિવસના રોડ શોમાં ૨૨૫૦ ગામડાઓમાં આ સંદેશ પહોંચશે. ભાવનગર શહેરમાં આજે આ આરોગ્ય રથનો પ્રવેશ થયો છે.

આજે ભાવનગર શહેરમાં એઈડ્સ-એચઆઈવી જાણકારી માટે આરોગ્ય રથનું રૂપમ ચોકથી આગમન થયું છે. તાલીમબદ્ધ કાર્યકરો મનોરંજન સાથે એચઆઈવી/એઈડસની સંપૂર્ણ અને સાચી જાણકારી આપી રહ્યાં છે. આજે રૂપમ ચોક ઉપરાંત વડવા, કુંભારવાડા, માઢીયા રોડ વિસ્તારમાં આ આરોગ્ય રથ ફર્યો હતો.

હવે તા.૨૧ જાન્યુ.ને શુક્રવારે ભાવનગરના હાદાનગર, ચિત્રા જીઆઈડીસી અને બોરતળાવ રોડ વિસ્તાર તેમજ તા.૨૨ જાન્યુઆરીને શનિવારે આ આરોગ્ય રથ ભાવનગરના ઈન્દિરાનગર, ફુલસર અને સીદસર વિસ્તારમાં ફરી એચઆઈવી-એઈડ્સ અંગે માહિતી આપશે.

સમગ્ર ગુજરાતને પાંચ ઝોનમાં વહેંચી નાંખવામાં આવ્યું છે. ગેઈમ શો, ભાષણ અને અન્ય મનોરંજક કાર્યક્રમો સાથે એઈડ્સની માહિતી આપી જન જાગૃતિ કેળવવામાં આવશે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ