Saturday, Dec 10th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ અધ્યતન સમાચાર કળિયુગી દિકરીઓએ માતાને HIVનું ઈન્જેકશન માર્યું

કળિયુગી દિકરીઓએ માતાને HIVનું ઈન્જેકશન માર્યું

કળિયુગી દિકરીઓએ માતાને HIVનું ઈન્જેકશન માર્યું
મકાન અને જમીનની લાલચ ગુટૂરમાં બે બહેનો અને તેમની માતા વચ્ચે દુશ્મનીનું કારણ બની હતી. બંને દિકરીઓએ જમીન અને મકાન માટે પોતાની માતાને રસ્તામાંથી હટાવવા માટે નિર્ણય કરી લીધો હતો. બંને દુશ્મન બનેલી દિકરીઓ પોતાની જનેતાનું મોત એક બીમારી લાગે તેવી રીતે થાય તેમ ઈચ્છતી હતી. આ કાવતરાંને પાર પાડવા માટે બંને દિકરીઓએ હથિયાર બનાવ્યા એઈડ્ઝના વાયરસને.

હકીકકતમાં રંગારાવની નજીક તેમની ચાલીસ લાખથી વધારેની મિલ્કત છે. આ મિલ્કતમાં બે મકાનો પણ સામેલ છે. આ મિલ્કતને મેળવવા માટે બંને બહેનો લાલચુ બની હતી. બંને બહેનોને શંકા હતી કે તેની માતા અને પિતા તેને મિલ્કતમાં ભાગ આપશે નહીં. બંને કોઈપણ કિંમતે મિલ્કત પર કબ્જો મળે તેમ ઈચ્છતી હતી. બંનેએ તેના માટે બેહદ ખતરનાક અને ગંદી સાઝિશ કરી હતી. બંનેએ પોતાની જનેતાને મારવાની યોજના બનાવી હતી. બંને બહેનો પોતાની માતાને એ રીતે મારવા ઈચ્છતી હતી કે કોઈને શક ન થાય અને મોત પણ કુદરતી લાગે.

આ અભાગી માતાની એક પુત્રી કામેશ્વરી નર્સ છે. તેનું તબીબી જ્ઞાન જનેતાને મારવાના ષડયંત્રમાં કામ આવ્યું હતું. યોજના પ્રમાણે, કામેશ્વરીએ નર્સ હોવાનો ફાયદો ઉઠાવીને હોસ્પિટલમાંથી એચઆઈવી સંક્રમિત લોહીથી ભરેલું એક ઈન્જેકશન ઘરે લઈ આવી હતી. કામેશ્વરી અને તેની બહેને ભેગા મળીને બળજબરી કરીને તેમની જનેતાને એચઆઈવી સંક્રમિત ઈન્જેકશન લગાવી દીધું હતું. ઈન્જેકશન લગાવ્યા બાદ માતાની તબિયત બગડી હતી. તેમણે આ વાત તેમના પતિને જણાવી. જ્યારે તેમણે પુત્રીઓને પુછપરછ કરી તો ખબર પડી હતી કે ઈન્જેકશનમાં એચઆઈવી સંક્રમિત લોહી ભરેલું હતું. અભાગી માતાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવતા ખબર પડી કે તે એઈડ્ઝગ્રસ્ત બની છે.

આ ધૃણાસ્પદ ઘટના બાદ પણ બંને બહેનોને પોતાના કર્યા કરમ પર કોઈ પસ્તાવો નથી. પોલીસના હાથે ઝડપાયા બાદ પણ તેઓ પોતાના કરતૂતને યોગ્ય ઠેરવી રહી છે. હવે આ કળિયુગી દિકરીઓ માટે કાયદો જે સજા આપે, તે પણ તેમણે પોતાની માતા સાથે જે કર્યું છે, તેના માટે દરેક સજા ઓછી પડશે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ