Friday, Dec 09th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ અધ્યતન સમાચાર કોન્ગો ફીવરઃ બે શંકાસ્પદ દર્દી સિવિલ હોસ્પિટલમાં

કોન્ગો ફીવરઃ બે શંકાસ્પદ દર્દી સિવિલ હોસ્પિટલમાં

અમદાવાદ, તા.ર૦

સાણંદ નજીકના કોલાટ ગામમાંથી અમીના નામની મહિલા ક્રિમિઅન કોંગો હેમોરોજિક ફીવર નામના વાયરસના સંક્રમણના કારણે મૃત્યુ પામી હતી. તેના સંપર્કમાં આવનાર એક નર્સ અને ડોક્ટર પણ આ રોગના સંક્રમણના કારણે મૃત્યુ પામ્યાં હતાં. આજે સિવિલ હોસ્પિટલમાં આ વાયરસના સંક્રમણ હોય તેવી શંકાસ્પદ બે વ્યક્તિને દાખલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા બે શંકાસ્પદ વ્યક્તિ પણ મૃતક મહિલા અમીનાબહેનના પતિ રહેમાન હુસેન મોમીનના સંપર્કમાં હતા તેથી તેઓને પ્રથમ લક્ષણ દેખાતાં હોવાના કારણે શંકાના આધારે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેના લોહી અને લાળના નમૂના લઇને તેમને પૂના ખાતે ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. સિવિલના સૂત્રોના જણાવ્યા અનુસાર બંને શંકાસ્પદ દર્દીઓ લાંબા સમયથી વાયરસથી મૃત્યુ પામનાર અમીનાના પતિ રહેમાનભાઇના સંપર્કમાં હતા. હાલમાં રહેમાનભાઇ પણ સિવિલમાં દાખલ છે તેમની હાલતમાં સુધારો છે પણ તેમના સંપર્કમાં હોવાના કારણે તેઓ પ્રાથમિક તાવ જેવાં લક્ષણો દેખાતાં તેઓને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને શંકાસ્પદ દર્દીઓ પણ સાણંદના કોલાટ ગામના હોવાની વિગતો જાણવા મળી છે.
  • કોલટ ગામની એનઆઈસીડીના છ ડોક્ટરોની ટીમે મુલાકાત લીધી
  • ૬૦ સેમ્પલ નેગેટિવ, જિલ્લામાં નવો પોઝિટિવ કેસ નહીં
  • અન્ય નમૂના પૂનાની ઈન્સ્ટિટયૂટને પણ મોકલી અપાયા
દરમિયાન, કોલટ ગામમાં પ્રથમ આ વાયરસે દેખા દીધી હોવાના કારણે તેને ક્રિમિઅન કોંગો હેમોરેજિક ફીવરનુ ઉદભવ સ્થાન માનીને ગામને વાયરસથી અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું. વાયરસના કારણે દેશભરમાં જાણીતા થયેલા કોલટ ગામની એન.આઈ.સી.ડી.ના છ ડોક્ટરોની ટીમે મુલાકાત લીધી હતી. જેમાં ટીમ કોલાટમાં વાયરસથી બચવા લેવાયેલા તકેદારીના પગલાંથી સંતુષ્ટ હતી. વાયરસથી કોઇએ ડરવાની જરૂર નથી તેવું ટીમે જણાવ્યું હતું. આગામી દિવસોમાં તકેદારી માટે સ્થાનિક આરોગ્ય તંત્રના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે બંધ બારણે પંચાયત ઘરમાં મિટિંગ યોજી હતી.

અમદાવાદ જિલ્લાના સાણંદના કોલાટ ગામમાં ક્રિમિઅન કોંગો હેમોરેજિક ફીવરનો પ્રથમ દર્દી તરીકે અમીના નામની મહિલાનું મોત નીપજ્યું હતું. વાયરસના સંક્રમણને લીધે કુલ ત્રણ વ્યક્તિઓનાં મોત નીપજતા રાજ્યમાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ગઇકાલે કોલાટ અને પાંચ કિ.મી. ત્રિજ્યામાં ૨૦ જેટલી ટીમોએ ૧૬ હજાર લોકોનું સ્કેનિંગ કર્યુ હતું. સ્કેનિંગ દરમિયાન એક પણ કેસ પોઝિટિવ સામે આવ્યો ન હતો.

આજે સવારે દિલ્હીના એન.આઈ.સી.ડી.ના છ ડોક્ટરોની ટીમે કોલટ ગામની મુલાકાત લીધી હતી. ટીમના સભ્યોમાં ડો.વીણા મીત્તલ (એડિશન ડાયરેકટર), ડો.પ્રદીપ ખબોનીશ (આઈ.ડી.એસ.પી.), ડો.કૈશલ કુમાર (મેડિકલ એન્ટોમોલાજી એન.ટી.ડી.એલ), ડો.ઓબેરોય (આર.એમ.એલ) અને ડો.અનિલ કુમાર (એન.સી.ડી.સી.જોઈન્ટ ડાયરેકટર) કોલટ ગામની મુલાકાતે આવ્યા હતા. દિલ્હીની ટીમે સ્થાનિક આરોગ્ય અધિકારીઓ તથા રાજ્ય કક્ષાના આરોગ્ય અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. ટીમે રાજ્યના આરોગ્ય આધિકારીઓ સાથે વાયરસ ગ્રસ્ત ગામ અને વાયરસના સંક્રમણને લઇને ચર્ચા- વિચારણા કરી હતી. એન.આઈ.સી.ડીની ટીમે કોલટ ગામનું નિરીક્ષણ કર્યુ હતું. કોલાટ ગામમાં એન.આઈ.સી.ડીની ટીમે બે કલાક સુધી મુલાકાત લીધી હતી જેમાં તેમણે જરૂરી સેમ્પલો એકત્રિત કર્યા હતા.

વાયરસના સંક્રમણથી મોતને ભેટનાર મહિલાના તમામ પરિવારજનોના સેમ્પલ નેગેટિવ આવ્યા
ક્રિમિઅન કોંગો હેમેરેજિક ફીવરના વાયરસના સંક્રમણના કારણે અમીના નામની મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલાના પતિ અને તેમના ભાઇને પણ હાલમાં સી.સી.એચ.એફ.થી સંક્રમણના કારણે હાલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા તકેદારીના પગલાંના ભાગરૂપે મૃતક મહિલાના અન્ય પરિવારના સભ્યોના પણ લોહી અને લાળના સેમ્પલો લઇને તેને ટેસ્ટ માટે પુના મોકલી આપવામાં આવ્યા હતા. આજે મળતી માહિતી મુજબ તમામ પરિવાર જનોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જાણમાં આવ્યું છે.

વાયરસથી સંક્રમિત બંને દર્દીઓની હાલતમાં સુધારો
વાયરસના સંક્રમણને કારણે એક મહિલાના મોત બાદ તે મહિલાના પતિ અને તેના ભાઇને વાયરસ સંક્રમણ હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાં એક વાયરસના સંક્રમિત મૃતકના પતિની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેમની હાલતમાં સુધારો થઇ રહ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ત્યારે અન્ય એક દર્દીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તેની પણ હાલત સુધારા પર છે.

રોગ કેવી રીતે ફેલાયો તેનું મૂળ શોધવા નિષ્ણાતોની કવાયત
આજે એનઆઈસીડીની ટીમે સાણંદના કોલાટ ગામની મુલાકાત લીધી હતી. મુલાકાતે આવેલા એનઆઈસીડીના જોઇન્ટ ડાયરેક્ટર ડો. યુવીએસ રાણાએ જણાવ્યું હતું કે’ આ રોગ કેવી રીતે થયો, હાલમાં અસરગ્રસ્ત વિસ્તારમાં કેવી સ્થિતિ છે અને આ રોગ કેવી રીતે ફેલાયો તેની તમામ પ્રકારની વિગતો મેળવવા આવ્યા છીએ. આ રોગ કેવી રીતે થયો તેવું હાલમાં કહેવું મુશ્કેલ છે પણ આ રોગ કેવી રીતે ફેલાય છે તેના મૂળ શોધી કાઢવામાં આવશે.

ઈતરડીના નિયંત્રણ માટે ૮ ટીમોના ૧૦ ગામમાં ધામા
જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડો. એ. બી. પટેલના જણાવ્યા અનુસાર ‘રોગનું મુખ્યવાહક ઇતરડી છે જેથી હાલમાં પશુપાલન વિભાગની કુલ ૮ ટીમોના ૪૦ કર્મચારીઓ દ્વારા કોલાટ અને તેની આસપાસના દસ ગામોમાં ઇતરડી નિયંત્રણની કામગીરી કરવામાં આવી હતી.

વાયરસથી નહીં પણ લોકો દૂષિત પાણીથી પરેશાન
કોલટ ગામના લોકો વાયરસથી નહિ પણ ગામમાં આવતા દૂષિત પાણીથી વધારે પરેશાન છે. ગામના અગ્રણી નટુભાઈ મફાભાઈ બારડે જણાવ્યું કે ગામમાં પીવાના પાણી દૂષિત બની ચૂકયા છે. ગંદકી ઘર કરી ગઈ છે. બોર કૂવાની લાઈનો ઠેર - ઠેર લીકેજ છે. પરિણામે ગ્રામજનોને પાણીજન્ય રોગ ચાળાનો ફેલાવવાની શક્યતા છે. ઘણાનેશરીરે ચાંદા પડવા માંડયા છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Sandesh.com

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ