Saturday, Dec 10th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ અધ્યતન સમાચાર ગર્ભપાતની આડમાં ગર્ભહત્યા કરતા ડોક્ટરની ધરપકડ

ગર્ભપાતની આડમાં ગર્ભહત્યા કરતા ડોક્ટરની ધરપકડ

ક્લિનિકમાંથી ગર્ભના ટૂકડા ભરેલી થેલીઓ મળી આવી 30 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી હતી પત્ની અને સાળી પણ ગેરકાયદેસર કાર્યમાં સાથ આપતી હતી
ગર્ભપાતની આડમાં ગર્ભહત્યા કરતા ડોક્ટરની ધરપકડ
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતા એક ડોક્ટર કિરમિટ ગોસનેલ પર એક મહિલા સહિત સાત બાળકોની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સરકારી વકીલ સેથ વિલિયમ્સે બુધવારે અહીં જણાવ્યું હતું કે ડોક્ટર ગોસનેલ છેલ્લા 30 વર્ષથી ગેરકાયદેસર રીતે ગર્ભપાતના ધંધામાં સંડોવાયેલો હતો, તેમજ આવું કરીને તેણે લાખો ડોલરની કમાણી કરી છે.

આ કેસમાં ડો ગોસનેલના નવ સહકર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમણે ગેરકાનૂની કામ કરવામાં ડોક્ટરનો સાથ આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ બધા કર્મચારીઓ નિરક્ષણ હતાં તેમજ તે દર્દીઓને બેભાન કરવાનું તેમજ દવા આપવાનું કામ કરતા હતાં. ડોક્ટર ગોસનેલે 30 અઠવાડિયાની ગર્ભાવસ્થા દરમિયાન પણ ગર્ભપાત કરાવ્યો છે. જો કે અમેરિકામાં 24 અઠવાડિયા બાદ ગર્ભપાત કરાવવો ગેરકાયદેસર છે. જો કે મોટા ભાગના ડોક્ટરો 20 અઠવાડિયાના ગર્ભ પછી ગર્ભપાત કરતા ડરતા હોય છે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ખૂબ દૂરની જગ્યાએથી મહિલાઓ અહીં આવતી હતી. કારણ કે ગર્ભપાતના કેસમાં તે ખૂબ પ્રસિદ્ધ થઈ ચુક્યો હતો. જો કે તેની પાસે ગર્ભપાત કરવા માટે પુરતું શિક્ષણ પણ ન હતું. અનેક વખત ગર્ભવતી મહિલાઓ વધારે સમયના ગર્ભાવસ્થાના કેસમાં ખોટું બોલીને ગર્ભપાત કરાવી લેતી હતી. જેના કારણે તેના જીવને પણ જોખમ ઉભું થતું હતું. ફરિયાદી પક્ષના જણાવ્યા પ્રમાણે આ ડોક્ટર ગર્ભપાત દરમિયાન નવજાત બાળકના જન્મ થયા બાદ કાતરથી તેનું ગળું કાપી નાખતો હતો.

પિશાચી ડોક્ટરના ક્લિનિકમાંથી મૃત ગર્ભના ટૂકડાઓ અને કોથળીઓ મળી આવી હતી. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ડોક્ટરને આવા કાર્યમાં તેની પત્ની અને સાળીએ પણ સાથ આપ્યો હતો.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ