Saturday, Dec 03rd

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ અધ્યતન સમાચાર ડાયાબિટીક્સ માટે એરોબિક, રેઝિસ્ટન્સ ટ્રેનિંગ લાભદાયી

ડાયાબિટીક્સ માટે એરોબિક, રેઝિસ્ટન્સ ટ્રેનિંગ લાભદાયી

ડાયાબિટીક્સ માટે એરોબિક, રેઝિસ્ટન્સ ટ્રેનિંગ લાભદાયી
વોશિંગ્ટન, તા.૨૦

એરોબિક એક્સર્સાઇઝ અને રેઝિસ્ટન્સ ટ્રેનિંગ ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક બની રહેતી હોવાનું વિજ્ઞાનીઓને એક સ્ટડીનાં તારણો પરથી જાણવા મળ્યું છે. વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે એરોબિક એક્સર્સાઇઝ અને રેઝિસ્ટન્સ ટ્રેનિંગથી ટાઇપ-૨ ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લાયકેમિક લેવલ્સમાં સુધારો થાય છે જ્યારે એક્સર્સાઇઝ ન કરતા દર્દીઓને તેવો કોઇ લાભ થતો નથી.

વળી એરોબિક એક્સર્સાઇઝ અને રેઝિસ્ટન્સ ટ્રેનિંગ બન્ને કરતા હોય તેવા દર્દીઓમાં જ ગ્લાયકેમિક લેવલ્સમાં સુધારો થતો જણાયો હતો. બન્નેમાંથી કોઇ એક એક્સર્સાઇઝ કરતા દર્દીઓના ગ્લાયકેમિક લેવલ્સમાં કોઇ ફરક પડયો નહોતો.

લુઇસિયાના સ્ટેટ યુનિર્વિસટી સિસ્ટમના ટિમોથી એસ. ચર્ચ અને તેમના સાથીઓએ એચએઆરટી-ડી ટ્રાયલ હાથ ધરી હતી, જેમાં ટાઇપ-૨ ડાયાબિટીસના દર્દી હોય અને બેઠાડું જીવનશૈલી ધરાવતા હોય તેવા ૨૬૨ સ્ત્રી-પુરુષોમાં એરોબિક ટ્રેનિંગ, રેઝિસ્ટન્સ ટ્રેનિંગ તેમ જ બન્નેના કોમ્બિનેશનથી હિમોગ્લોબિન એ-વનસી લેવલ્સમાં થતાં ફેરફારની સરખામણી કરવામાં આવી હતી.

ટાઇપ-૨ ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લાયકેમિક લેવલ્સમાં સુધારો થાય
તમામ ૨૬૨ સ્ત્રી-પુરુષોને એપ્રિલ, ૨૦૦૭થી ઓગસ્ટ, ૨૦૦૯ દરમિયાન કુલ ૯ મહિના માટેના એક્સર્સાઇઝ પ્રોગ્રામમાં સામેલ કરાયા હતા. ૪૧ ર્પાિટસિપન્ટ્સને નોન-એક્સર્સાઇઝ ગ્રૂપમાં, ૭૩ને રેઝિસ્ટન્સ ટ્રેનિંગ સેશન્સમાં, ૭૨ને એરોબિક એક્સર્સાઇઝ સેશન્સમાં અને ૭૬ ર્પાિટસિપન્ટ્સને એરોબિક અને રેઝિસ્ટન્સની કમ્બાઇન્ડ ટ્રેનિંગમાં સામેલ કરાયા હતા.

તેમાંથી માત્ર એરોબિક અને રેઝિસ્ટન્સની કમ્બાઇન્ડ ટ્રેનિંગમાં સામેલ કરાયેલા ૭૬ દર્દીઓમાં જ ગ્લાયકેમિક લેવલ્સમાં સુધારો જણાયો હતો.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Sandesh.com

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ