Friday, Dec 09th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ અધ્યતન સમાચાર હોસ્પિટલમાં એક્સપાયરી ડેઈટવાળા કોન્ડોમનું વિતરણ

હોસ્પિટલમાં એક્સપાયરી ડેઈટવાળા કોન્ડોમનું વિતરણ

હોસ્પિટલમાં એક્સપાયરી ડેઈટવાળા કોન્ડોમનું વિતરણ
એચ.આઈ.વી. એઈડ્સ જાગૃતિનાં કાર્યક્રમનો આરંભ કરાયેલો તે જ કેન્દ્રમાં ઘોર બેદરકારી

એક ડિસેમ્બર ૨૦૧૦નાં રોજ ગુજરાત રાજ્યકક્ષાનો એચ.આઈ.વી./એઈડ્સ જાગૃતિ કાર્યક્રમ ભાવનગરમાં સર ટી. હોસ્પિટલમાં ઉપક્રમે રંગેચંગે ઉજવવામાં આવેલ. પરંતુ કમનસીબીએ જોવા મળી કે જ્યાંથી એઈડ્સ જાગૃતિનો આરંભ કરવામાં આવ્યો તે સર ટી. હોસ્પિટલનાં આઈ.સી.ટી.સી. કેન્દ્રમાંથી ચાર માસ પહેલા એક્સ્પાયર થઈ ગયેલા કોન્ડોમનું વેચાણ થતું હોવાનું ખુલવા પામતા વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

એક્સપાયરી ડેઈટવાળા કોન્ડોમ (નિરોધ)નું સર ટી. હોસ્પિટલનાં આઈ.સી.ટી.સી. કેન્દ્રમાં વહેંચાણ થતું હોવાનું ખુલવા પામ્યુ છે. આ કેન્દ્રમાંથી ૨૦૦૭નાં જુલાઈ માસમાં મેન્યુફેકચરિંગ થયેલા અને ઓગષ્ટ ૨૦૧૦માં એક્સપાયરી થયેલા એટલે કે ચારમાસ અગાઉ એક્સપાયર થઈ ગયેલા કોન્ડોમ આજે પણ વહેંચવામાં આવતા હોવાનું ખુલવા પામ્યું છે.

જે કેન્દ્રમાંથી એચ.આઈ.વી./ એઈડ્સ રોકવાના પ્રયાસ કરવામાં આવે છે તેજ કેન્દ્રમાં હાલ આવી ઘોર બેદરકારી રાખવામાં આવી રહી છે. ત્યારે અન્ય કેન્દ્રોની શું પરિસ્થિતિ હશે તેવો પ્રશ્ન લોકોમાં ઉઠવા પામ્યો છે.

આ બાબતે આરોગ્ય તંત્ર યોગ્ય પગલાં લેશે કે પછી રામભરોસે જ તંત્ર જેમ ચાલે છે તેમ ચલાવે રાખશો ? તેવો પ્રશ્ન લોકમુખે ઉઠવા પામ્યો છે.

Disclaimer: The news story on this page is the copyright of the cited publication. This has been reproduced here for visitors to review, comment on and discuss. This is in keeping with the principle of ‘Fair dealing’ or ‘Fair use’. Visitors may click on the publication name, in the news story, to visit the original article as it appears on the publication’s website.

Source:Divyabhaskar

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ