Saturday, Jun 19th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati
મુખ્ય પાનુ એચ.આય.વી. એચ.આય.વી એટલે શું?

એચ.આય.વી એટલે શું?

What is HIV?
એચ.આય.વી આ વિષાણુ જે માણસના રોગ પ્રતિકારક શક્તિ ઉપર હુમલો કરી તેનો નાશ કરે છે, તેને લીધે શરીરની રોગ પ્રતિકાર શક્તિ ઓછી થઈ જાય છે. એચ.આય.વીને વૈદ્યકીય ભાષામાં રેટ્રોવાયરલ કહે છે, કારણ કે તે પોતાના જંતુ પેશીના ડી એન એમાં છોડી દયે છે, તેને લીધે શરીરમાંની પેશી એચ.આય.વી વિષાણુનું કારખાનુ બને છે અને તેને લીધે દુહેરી પરિણામ થાય છે. એકબાજુ તે શરીરનું સૌરક્ષણ કરતું નથી તો બીજી બાજુ વધુ વિષાણુને જન્મ આપી બીજી પેશીઓને પણ સંસર્ગિત કરે છે. એચ.આય.વીના વિષાણુ પોતાની અંદર મોટા પ્રમાણમાં બદલાવ કરી શક્તા હોઇ શરીરમાંની લિમ્ફેટિક સિસ્ટમમાં અથવા બીજા ભાગોમાં લપાતો અને આવી જગ્યાએ આપણો અડ્ડો બનાવે જેને લીધે ઔષધ અથવા પ્રતિકાર કરનાર આ પેશી સુધી પહોંચી શક્તા નથી.

એચ.આય.વીનો ચેપ કેમ લાગે?
એચ.આઇ.વીનો વિષાણુ વીર્ય મારફત, યોની સ્ત્રાવ મારફત, રક્ત દ્વારા તથા સ્તનપાન દ્વારા ચેપ લગે છે.

ચેપ લાગવાના પ્રમુખ માર્ગો નીચે પ્રમાણે
  • અસુરક્ષિત યૌન સંબધ.
  • ચેપી રક્ત દ્વારા.
  • ચેપી રક્તવાળી સોઇ, ઇંજેકશન દ્વારા
  • ગર્ભવતી મહિલા દ્વારા બાળક્ને ગર્ભ અવસ્થામાં અથવા સ્તનપાન દ્વારા.
એચ.આઇ.વી વિષાણુનો સહજ પ્રચાર શાને લીધે? અથવા ક્યા માર્ગે?
લૈંગિક સંબંધ દ્વારા એચ.આઇ.વીના ચેપની શક્યતા વધે છે જે વ્યક્તિને ગુપ્ત રોગ હોઇ ઉપચાર લેતા નથી, બળાત્કારને લીધે એચ.આઇ.વીના સંક્રમણની શક્યતા મોટા પ્રમાણમાં વધે છે.

એચ.આઇ.વી સંસર્ગિત વ્યક્તિ મારફત લૈંગિક સંબંધ દ્વારા તેના જોડીદારને વિષાણુ સંસર્ગિત થવાની શક્યતા એ પ્રતીપિંડ નિર્માણ થવાના પહેલા વધુ હોય છે. વ્યક્તિ સંસર્ગિત થયા પછીના ટપ્પામાં વધુ સંસર્ગિત થાય છે, કારણ શરીરમાંની પ્રતિકારક શક્તિ એ વિષાણુની તુલનામાં ઓછી હોય છે.

એચ.આઈ.વીનો પ્રસાર સેવાથી થતો નથી? અથવા ક્યા માર્ગે થાય છે?
એચ.આઇ.વીનો વિષાણુ શરીરની બહાર સહજ રીતે જીંવત રહેતુ નથી, તેને લીધે સ્વચ્છતા ગૃહ વાપરવાથી, આલીંગન આપવાથી, ચુંબન અથવા હાથમાં હાથ લેવાથી, થાળી અથવા પાણી પીવાના વાસણોનો વપરાશ કરવાથી, અથવા ઉધરસ ખાવાથી પ્રસરતો નથી. મચ્છરના કરડ્વાથી પણ એચ.આઇ.વીનો પ્રસાર થતો નથી. એચ.આઇ.વીના વિષાણુ જે લાળમાં જોવા મળ્યા છે તે પણ દીર્ઘ ચૂંબનથી એચ.આઇ.વીનો ચેપ લાગ્ય઼્આના પુરવા મળ્યા નથી. મોઢામાં જખમ હોય તો મધ્યમ ચુંબન દ્વારા પણ એચ.આઇ.વીના ચેપની શક્યતા નકારી શક્તા નથી.

એચ.આઇ.વીના સંક્રમણનો ક્રમ
  • તીવ્ર સંસર્ગ.
  • લક્ષણવિરહીત લાંબા સમય પછી પણ પ્રયોગશાળામાં રોગના જંતુની તપાસ જરૂરી છે.
  • પ્રતિકાર શક્તીના અભાવે સંન્ધિસાધુની બિમારી જે મૃત્યુનુ મુખ્ય કારણ હોય છે/(દા.ત. ટી.બી).

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ