Saturday, Jun 19th

Last update:10:30:34 AM GMT

Headlines:
Load a sample iFrame " href="/gujarati/others/vedio-gujarati">Video-Gujarati

ચકાસણી કરાવો

હું શાં માટે એચ.આય.વીની ચકાસણી કરવુ?
૧) જલ્દી દખલ એ તંદુરસ્ત જીવનનો અર્થ છે.
એચ.આય.વી સાથે તંદુરસ્ત જીવન જીવવાની ચાવી એટલે જલ્દી ચકાસણી કરાવવી. તંદુરસ્ત રહેવા માટે એચ.આય.વી તજ્ઞની દેખરેખમાં રહેવું જરૂરી. ચકાસણી કરાવો અને અગર આપ સકારાત્મક (પૉસીટીવ) હો તો એચ.આય.વી તજ્ઞ શોધો. તમે જો બીમાર પડો તો ઘણી દવાઓ છે તેનું નામ છે. એન્ટી રેટ્રોવાયરલ તે તમોને નીચે જતી રોગપ્રતિકારક શક્તિને ઉપર લાવવામાં મદદ કરશે અને આપની પ્રતિકાર શક્તિ નિયંત્રિત રાખશે. એચ.આય.વી (પૉસીટીવ) માણસો તંદુરસ્ત જીવન ઔષધ અને સારા આહારના મિશ્રણથી લાંબા કાળ સુધી પુર્ણજીવન વ્યતિત કરી શકે છે.

૨) આપની સ્થિતી જાણ્યા પછી આપણી અને અન્ય લોકોની રક્ષા કરો.
જો આપ જાણો છો કે તમે એચ.આય.વી બાધિત છો, તો તમો પગલા ભરશો, આપણા સાથી સહિત બીજાઓની રક્ષા કરવા માટે. દા.ત. સુરક્ષિત લૈંગિક સંબંધ અને તેની માહિતી તમો તમારા લૈંગિક સાથીને પહોચાડશો.

૩) તમારી સ્થિતી જાણવાથી તમો માહિતીપુર્ણ નિર્ણય લેવા અનુમતિ આપો છો.
આપણી સ્થિતી જાણયા પછી આપણા ભવિષ્ય અને આપણા જીવનને માટે ફેસલાને સુચિત કરવા માટે અનુમતિ આપિયે છીએ. એચ.આય.વી સાથે જીવનાર મહિલા હંમેશા પરિવારની ઇચ્છા રાખે છે. જાણો છો કે તમે એચ.આય.વી બાધિત છો તો તમે હંમેશા જે જનમ્યા નથી તેવા બાળકની રક્ષા કરશો.

૪) હવે તમો ઉચિત પ્રશ્નો પુછી શક્શો.
આપણા શરીરને જાણવું એ તંદુરસ્ત જીવન જીવવાનો મહત્ત્વપુર્ણ હિસ્સો છે. ચકાસણી કરાવો એચ.આય.વીની અને તમો (પૉસીટીવ) હો તો ઉચિત પ્રશ્નો પુછી શકો છો.

૫) આપણી સ્થિતી જાણુ... અને ડૉક્ટરની મુલાકાતથી ફાયદો મિળવો.
તમે જ્યારે સારૂ અનુભવતા નથી, તમારા ડૉક્ટર પાસે ખાત્રીપુર્ણ માહિતી હશે તો તમોને સારી રીતે ઉપચાર આપશે. તમારી સ્થિતી જાણતા હશે તો ત્યો તમારા એચ.આય.વીની માગણી અને વધારાની જરૂરતને ઉદ્દેસશે. એ આપની ઉપર નિર્ભર કરે છે કે તમો તમારા ડૉક્ટરને કેટલી વાર મળીને ફાયદો લ્યો છો. કસોટી અને શિખવા માટે સકારાત્મક હશો તો AVERT પાસે અધિક માહિતી છે.

ચકાસણી કરાવતા પહેલા આ એક સાચો વિચાર છે કે આપ આપણા મિત્રો અને પરિવાર સાથે વાત કરો. તમો ચકાસણીનો નિર્ધાર કર્યા પહેલા એચ.આય.વી સલાહકાર સાથે વાત કરી શકો છો. નીચે બતાવેલ કેટલાક પ્રશ્નો છે જે ચકાસણી કરાવતી વખતે વિચારવા જોઇએ.

શું તમને લાગે છે કે તમે કારણોસર સંક્રમિત થઈ શકો છો?
જો આપને લાગતું હોય કે તમો એચ.આય.વી બાધિત હોય શકો છો તો તમારી ચકાસણી કરાવવી જોઇએ.
 • શું તમે ક્યારેય સસુરક્ષિત લૈંગિક સંબધ (નિરોધ અથવા લેટેક્સ વાપર્યા વિના) મુખ, યોનિ અથવા ગુદા દ્વારા કર્યુ છે?
 • શું તમે એવી વ્યક્તિ સાથે લૈંગિક સંબધ માણ્યા છે જે શિરા દ્વારા નશીલા પદાર્થ લેતા હોય અથવા તે એચ.આય.વી બાધિત હોય?
 • શું આપણે ક્યારેય લૈંગિક પ્રસારિત થતો ચેપ (STI) જેવાકે herpes, chlamydia, gonorrhea, trichomoniasis, or hepatitis થયુ છે?
 • શું તમે નિયોજન વગર ગર્ભધારણ કર્યો છે?
 • શું તમારુ ક્યારેય લૈંગિક શોષણ થયુ છે? (બળાત્કાર જબરજસ્તી અથવા તમો ચાહતા ન હોય)
 • શું તમે ક્યારેય નશો કર્યા બાદ સુખાભાસની અવસ્થામાં શું કર્યુ તે ભુલ્યા છો?
 • શું તમે ક્યારેય સોય અથવા બીજા સાધન સામગ્રીનો સાજો ઉપયોગ નશિલા પદાર્થ ચામડી દ્વારા લેવામાં કર્યો છે?
 • શું તમે ક્યારે નસ દ્વારા રક્ત લીધુ છે?
 • શું તમારી માતાને એચ.આય.વી હતો જ્યારે તમારો જન્મ થયો?
જરૂરી હોય તો ચકાસણી સુચવે છે:
 • શું તમે વિચારો છો કે તમોને એચ.આય.વીનું જોખમ છે?
 • તમો લૈંગિક સક્રીય છો? (ગયા ૧૨ મહીનામાં ૩ અથવા તેથી વધુ લૈંગિક સાથી)
 • તમે તમારા લૈંગિક સાથીના અનિશ્ચિત જોખમભર્યા વર્તનથી વાકેફ છો?
 • તમે એક પુરૂષ છો નિરોધ વિના બીજા પુરૂષ સાથે કોઇ પણ સમય લૈંગિક સંબધમાં આવ્યા છો?
 • તમારા પુરૂષ લૈંગિક સાથીદારોમાંથી કોઇ એક સાથે નિરોધ વિના લૈંગિક સંબધમાં આવ્યા હોય તો?
 • તમે આરોગ્ય સંભાળ કર્મચારી હો અને રક્તના સીધા સંપર્કમાં કામ કરતા હોય તો?
 • તમે ગર્ભવતી છો. એચ.આય.વી બાધિત ગર્ભવતી મહિલાને હવે એવો ઉપચાર કરવામાં આવે છે કે જેનાથી તેના બાળકને માતા દ્વારા મળનાર વાયરસનું જોખમ મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે?
 • તમે એક મહિલા હોય, ગર્ભધારણ કરતા પહેલા તમારે એચ.આય.વીની ચાચણી કરાવવી જરૂરી છે, જો તમોને?
 • જો તમે એચ.આય.વી સંક્રમણ માટે કારણભુત અને જોખમી ન હો છતાં તમારી મન:શાંતિ માટે ચાચણી કરાવવી જરૂરી છે. એચ.આય.વીની ટ્રાન્સમિશનની બાબતમાં તે સર્વેને પ્રોત્સાહીત અને બહુજ જવાબદાર બનાવે છે.
યાદ રાખો કે તમે જો એક પત્નીવ્રતા હો તો પણ જોખમ છે. તમે નિશ્ચય કરો કે તમે અસુરક્ષિત લૈંગિક સંબધ ધારણ કરતા પહેલા એચ.આય.વીની ચાચણી કરાવશો.

પુનામાં સુચવેલ તપાસણી કેંદ્રો
 • સોનાવણે હૉસ્પિટલ, ભવાની પેઠ, +૯૧ ૨૦ ૨૬૪૫૧૪૯૧
 • ડૉ.કોટનિસ, આરોગ્ય કેંદ્ર, ગાડીખાના, શુક્રવાર પેઠ, +૯૧ ૨૦ ૨૪૪૭૩૨૫૩
 • જહાગિર હૉસ્પિટલ, સસુન રોડ, +૯૧ ૨૦ ૨૬૦૫૪૯૯૪
 • વાય.સી.એમ. હૉસ્પિટલ, ચિંચવડ, +૯૧ ૨૦ ૨૭૧૦૦૨૬૬
 • દીપગ્રહ સોસાયટી, તાડીવાલા રોડ,+૯૧ ૨૦ ૨૬૧૨૫૭૭૩
 • ડૉ.મધુ, મૈત્રી ક્લિનિક, દત્તાવાડી,+૯૧ ૯૮૯૦૦૪૪૪૭૭
 • કમલા નેહરૂ હૉસ્પિટલ, મંગલવાર પેઠ,+૯૧ ૨૦ ૨૫૫૦૮૫૩૩
પ્ર. હુંગર્ભવતી છું, શું મારે એચ.આય.વીની ચકાસણી કરાવવી જોઇએ?
ઉ. એચ.આય.વી ચકાસણી જરૂરી છે, જો તમે ગર્ભવતી હો તો. તમારી સ્થિતી જાણ્યા પછી તમારા બાળકને એચ.આય.વીથી દુર રાખવા સાવધાની વર્તશો. તમે એચ.આય.વી પૉઝીટીવ છો અને તમે તે જાણતા નથી તો તમને મળનાર ઉપચારનો ફાયદો નહી થાય જે તમારા બાળકમાં એચ.આય.વીનું પ્રસરણ રોકશે.

જો તમારા ચકાસણીનું પરિણામ પૉઝીટીવ હોય એનો અર્થ એ કે તમે ગર્ભાવસ્થા દરમ્યાન અથવા સ્તનપાન દરમ્યાન એચ.આય.વીનું પ્રસરણ બાળકમાં કરી શકો છો. તો પણ કોઇ વસ્તુ એવી છે જેના દ્વારા સ્ત્રી એચ.આય.વીનું પ્રસરણ ઓછું કરી શકે છે. આનો સમાવેશ કરવો:
 • ગર્ભાવસ્થા દરમ્યાન ઔષધ લેવી જેનું નામ છે એન્ટી રેટ્રોવાયરલ.
 • પ્રસવક્રિયા દરમ્યાન એન્ટી રેટ્રોવાયરલ દવા લેવી.
 • પ્રસુતિ માટે સિઝેરીયન પધ્ધતિ પંસદ કરવી.
 • જન્મ બાદ બાળકને એન્ટી રેટ્રોવાયરલ નો નાનો ડોસનો ઉપચાર કરવો.
 • વિશિષ્ટ સ્તનપાન કરવું અથવા સ્તનપાનને ટાળવું.
પ્ર. મારા બાળકની એચ.આય.વી એન્ટી બૉડીની ચાચણી કરી શકાય છે?
ઉ. બધી એચ.આય.વીની સાથે માતાઓથી જન્મનાર બાળકો એચ.આય.વી એન્ટીબૉડીની સાથે જ જન્મ લિયે છે. જો એચ.આય.વી એન્ટી બૉડી પરિક્ષણ નવજાત બાળક ઉપર કરો તો ચોક્કસ પરિણામ મળતુ નથી. બાળક જે સંક્રમિત નથી તે ૧૮ મહિનાનું થાય ત્યાં સુધીમાં એન્ટીબૉડી છોડી દયે છે. એટલે કે જ્યારે તમારૂ બાળક ૧૮ મહિનાનું થાય પછી જ ચાચણી કરાવવી જેને લીધે ચોક્કસ પરિણામ મળશે. અલગ પ્રકારની ચાચણી ૩ મહિનાના બાળક પર કરવામાં આવે તો તે સંક્રમિત છે કે નહી તે જાણી શકાય છે. આ ચાચણી PCR ના નામે જાણતી છે. PCR ચાચણી એ એચ.આય.વી ચાચણી કરતા પણ સંવેદનશીલ છે. એ માત્ર એચ.આય.વીની જ ઉપસ્થિતી જુએ છે નહી કે એન્ટી બૉડીની.

પ્ર. જો મારો ભાગીદાર નેગેટીવ હોય તો એનો મતલબ એમ કે મારે ચાચણીની જરૂરત નથી?
ઉ. ના. તમારા એચ.આય.વીની ચાચણી પછી જ એચ.આય.વીની ખરી પરિસ્થિતી બનાવશે. તમારા જોડીદારનું નેગેટીવ ચાચણી પરીણામ એ નથી દર્શાવતું કે તમે એચ.આય.વી બાધિત છો કે નહી. એચ.આય.વી એ જરૂરી નથી કે હંમેશા પ્રસરે પણ તે જોખમી છે. તમારા જોડીદારની એચ.આય.વીની ચાચણી કરાવવી હોય તો એનો અર્થ એવો નથી કે તમારે એચ.આય.વી ચાચણીની જરૂર નથી.

પ્ર. ક્યારે મારે એચ.આય.વી ચાચણી કરાવવી?
ઉ. મોટા ભાગની ચાચણી તમારા શરીરમાં ઉત્પન્ન થતા એન્ટી બૉડીઝ જે એચ.આય.વી સંક્રમણ સામે લડે છે, તે જોવાનું કામ કરે છે. આ એન્ટીબૉડી તુરંત વિકસિત થતા નથી પણ ચેપ લાગ્યા બાદ ત્રણ મહીના પછી દેખાય છે. એન્ટી બૉડીને વિકસિત થવામાં સરેરાશ ત્રણ થી ચાર અઠવાડિયા લાગે છે. ભાગ્યેજ કોઇ કેસમાં ૬ થી ૧૨ મહીના વિકસિત થવામાં લાગે છે.

તે એટલું પ્રભાવી નથી કે તુંરત ચાચણી કરાવવાનું વિચાર આવ્યા પછી પણ સંક્રમિત થઈ શકો છો. જો તમે એવું કરો છો, તો તમારે ફરીથી ત્રણ મહીના પછી થનારી ચાચણી અને ફરીથી છ મહીના પછી ચાચણી કરાવવી. જો પરીણામ નેગેટીવ હોય તો પણ. ચાચણીના આ સમયગાળા દરમ્યાન ટાળો એવા વર્તનને જે બીજાને એચ.આય.વી પ્રસારી શકે છે. જેવું કે અસુરક્ષિત લૈંગિક સંબંધ અને સિરીંજ તથા સોયનો સાજો ઉપયોગ તમારા ડૉકટર અથવા નર્સની સલાહ લ્યો અથવા સ્વાસ્થયનું રક્ષણ કરનાર તમને એચ.આય.વી ચાચણીની અધિક માહિતી આપી શકશે.

અન્ય પરિક્ષણ ઉપલબ્ધ છે જેનો વિશેષ પરિસ્થિતીમાં ઉપયોગ કરી શકાય છે, જેવા કે P24 Antigen ચાચણી અને PCR ચાચણી.

પ્ર. હું અને મારો જોડીદાર બંને એચ.આય.વી બાધિત છીયે. શું તો પણ અમારે નિરોધનો ઉપયોગ કરવો?
ઉ. શાનદાર જવાબ હા છે. ૧ વર્ષ માટે ચેપ અથવા વધુ ચેપ માટે ઘણીવાર એમ કહેવાય છે કે બે એચ.આય.વી સંક્રમિત માણસો વચ્ચેનું અસુરક્ષિત લૈંગિક સંબંધ મારામારીમાં પરિવર્તે છે. સીધા શબ્દોમાં ફરીથી ચેપ ક્યારે થાય છે જ્યારે એચ.આય.વી સાથે રહેનાર વ્યક્તિ એચ.આય.વી સંક્રમિત વ્યક્તિ સાથે અસુરક્ષિત લૈંગિક સંબંધ રાખે છે. તેનો પ્રયોગશાળામાં અને પ્રાણીઓમાં પ્રયોગ કરી પુરવાર કર્યુ છે અને વર્ષ સુધીની સાબિતી છે કે આ વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં કઠીણ થઈ શકે છે. પણ હવે માનવીય અભ્યાસ એ બતાવે છે કે અનિવાર્ય સાબિતી દેખાઈ આવી છે કે એચ.આય.વી બાધિત લોકોને ફરીથી એચ.આય.વીનો ચેપ લાગતા તે તેઓ માટે ખુબજ સમસ્યાથી ભરેલ છે.

પ્ર. ફરી ચેપ લાગવાથી મને શું અસર થાય છે?
ઉ. એચ.આય.વી ચેપ ફરીથી લાગવાની તાણ તમને પહેલેથી છે એમાં તમોને ફરીથી આ ચેપ ળાગવાથી તાણ આવે અથવા એચ.આય.વીમાં ફેરફાર અસુરક્ષિત લૈંગિક સંબંધ દ્વારા થાય તો તેના ઉપચારમાં ખુબજ સંભવિત ગુચવણ અને ઓછી અસર થાય. દા.ત. મારી એચ.આય.વીની સારવાર ચાલુ છે અને દવાની સારી અસર થઈ રહી છે. મારૂ વાયરલ લોડ શોધી શકાતુ નથી અને મેં અસુરક્ષિત લૈંગિક સંબધ બીજાની સાથે કર્યો જે એચ.આય.વી બાધિત છે અને માટે મને તેના તણાવને લીધે ફરીથી ચેપ લાગ્યો, જે ઘણી દવાઓનો પ્રતિરોધક છે. સમયની સાથે, મારા શરીરમાં નવો તાણ વિકસિત થશે, જે મારા સફળ ઉપચારને નિષ્ફળ બનાવે છે અને એને લીધે મારી પ્રતિરોધક શક્તિ ઝડપથી ઘટતી જાય છે. ફરીથી લાગેલ ચેપ એચ.આય.વી સંક્રમણમાંથી એડ્સ તરફ તેજીથી જવાનું કારણ બની શકે છે.

પ્ર. ફરીથી ચેપ ન લાગે તે માટે મારે શું કાળજી લેવી?
ઉ. સીધા શબ્દોમાં કહો તો ફરી ચેપની કાળજી એટલે સુરક્ષિત લૈંગિક સંબધનો નિયમ પ્રત્યેક સમયે પાળવો. તમારા સાથી સાથે પ્રમાણિક રહો. દરેક લૈંગિક સંબધો વખતે નિરોધનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો અને તેનુ કારણ સમજાવો. કેટલાક લોકો એવું માને છે કે નિરોધથી આંનદ મળતો નથી અથવા મજા અનુભવતા નથી જે આંનદ નિરોધ વિના મળે છે. એ સંભવિત છે કે નિરોધની સાથે પણ તમે સંપુર્ણ પણે લૈંગિક સંબધનો આંનદ માણી શકો છો.

પ્ર. જો મેં પહેલેથી જ અસુરક્ષિત લૈંગિક સંબધ માણ્યો હોય તો શું?
ઉ. તમારા સાથીદાર સાથે આત્મિયતાથી નિરોધ વાપરવાનો આગ્રહ રાખો. પહેલીવાર તમને તેનો અનુભવ જુદો થશે પણ જે આંનદદાયક હશે, સાથે જણાવ્યા મુજબ દવા નિર્ધારિત સમય ભુલ્યા વીના લેશો. તમને અસુરક્ષિત લૈંગિક સંબધ એચ.આય.વી બાધિત વ્યક્તિ સાથે રાખવાથી ફરી ચેપ લાગવાની ચિંતા થતી હશે તો તમારા ડૉકટરની સાથે મોકળેપણે વાત કરો. આ માહિતીના આધારે ઉપચારમાં નિષ્ફળતા મળી હશે તો ડૉક્ટર આ નિષ્ફળતાના કારણો જાણી શકશે.

સુચના

 
આ આપની સાઈટ છે, સુચના અથવા પ્રતિક્રીયા આવકાર્ય છે. જણાવશો, તો અમો તેના આધારે ઉત્તમ કરવાના પ્રયત્‍નો કરશું.

સુચના જણાવો

વાર્તાપત્ર

 
Newsletters

Link to Aarogya

 

પ્રકાશન

 
Know Your Rights!

અમારીસાથી આઓ